નવી દિલ્હીઃ ફ્રાન્સ સાથે રાફેલ ડીલ પર રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. રિલાયન્સને લઇને ફ્રાન્સની કંપની દસોલ્ટ કંપનીના સીઇઓની સ્પષ્ટતા બાદ બીજેપીએ પલટવાર કરતા કોગ્રેસના આઠ જૂઠ ગણાવ્યા હતા. કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણના ફ્રાન્સ પ્રવાસ પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન મોદીને ભ્રષ્ટ વ્યક્તિ ગણાવ્યા હતા જે ભ્રષ્ટાચાર સામે લડવાના વચન સાથે સત્તામાં આવ્યા હતા. શુક્રવારે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યુ હતું કે, કોઇ મુદ્દો ના મળતા કોગ્રેસ રાફેલ પર વારંવાર ખોટી વાત ફેલાવી રહી છે. ફ્રેન્ચ મીડિયાએ જે ખોટી રિપોર્ટ આપ્યો હતો જેના પર ફ્રાન્સની કંપની દસોલ્ટના સીઇઓએ કરી દીધી હતી.
પિયુષ ગોયલે કહ્યું કે, જૂઠ પર જૂઠ બોલવાથી સત્ય બદલાઇ જવાનું નથી. 2012માં તેમણે પોતાના લોકો (ગાંધી પરિવાર)ને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો તેને છૂપાવવા માટે આમ કરવામાં આવી રહ્યું છે. કોગ્રેસ પર ખોટા પ્રચારનો આરોપ લગાવતા ગોયલે કહ્યું કે, જૂઠને ભલે 100 વખત કહેવામાં આવે પરંતુ તે સત્ય થઇ જતું નથી. કોગ્રેસના ફેક ન્યૂઝનો પર્દાફાશ ફ્રેન્ચ કંપનીએ કર્યો છે.