સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીના જણાવ્યા મુજબ, આ બીજી લહેરને કારણે દેશના લગભગ 1 કરોડ લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે. તો કોરોનાની શરૂઆતથી 97 ટકા પરિવારોની આવક ઓછી થઈ.
ગત વર્ષથી કોરોનાએ દેશભરમાં ખળભળાટ મચાવ્યો છે અને આ બીજી લહેર એકદમ ભયાનક સાબિત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બીજી લહેરમાંલાખો-કરોડો લોકોને રોગચાળોનો ચેપ લાગ્યો તો મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો. તે જ સમયે, દેશમાં આશરે 1 કરોડ લોકોએ આ બીજી લહેરના કારણે નોકરી પણ ગુમાવી.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (સીએમઆઈઇ) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર મહેશ વ્યાસના જણાવ્યા અનુસાર ગયા વર્ષમાં કોરોનાની શરૂઆતથી, 97 97 ટકા પરિવારોએ પણ તેમની આવકમાં નોંધપાત્ર અસર જોવા મળી છે. તેમણે કહ્યું કે, "બેરોજગારીનો દર જે એપ્રિલ મહિનામાં 8 ટકા હતો તે હવે મે મહિનામાં વધીને 12 ટકા થયો છે. જેનો સીધો અર્થ એ છે કે આ રોગચાળાને કારણે લગભગ 1 કરોડ ભારતીયોએ નોકરી ગુમાવી છે."
વ્યાસના મતે, લોકોની નોકરી જવા પાછળનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેર છે. તેમણે કહ્યું, "આ સમય દરમિયાન નોકરી ગુમાવનારાઓને નવી નોકરી મળવી મુશ્કેલ થઈ રહી છે."
આપને જણાવી દઈએ કે, ગયા વર્ષે કોરોનાને કારણે લાદવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનને કારણે બેકારીનો દર 23.5 ટકા પર પહોંચી ગયો હતો. વ્યાસે કહ્યું કે, "બેરોજગારીનો દર ભારતીય અર્થતંત્ર માટે સામાન્ય હોવાનું કહેવાય છે. તે જ સમયે, તે હાલમાં જે ટકાવારી છે તે જણાવે છે કે પરિસ્થિતિ સામાન્ય થવા માટે હજું સમય લાગશે. પર સમય લેશે."
97ટકા પરિવારની આવક ઘટી
વ્યાસે જણાવ્યું હતું કે, સીએમઆઈઇએ ગત મહિને 1.75 લાખ પરિવારોના સર્વેની કામગીરી પૂર્ણ કરી છે. સર્વેક્ષણમાં 3 ટકા પરિવાર જ એવા છે તેમની આવક વધી છે. જ્યારે 55 ટકા લોકોની આવકમાં ઘટી છે. તો 42 ટકા એવા લોકો છે જેમની આવક ગત વર્ષ હતી તેટલી યથાવત રહી છે. સર્વે મુજબ એવોો અનુમાન છે કે, 97 ટકા કુટુંબો એવા છે જેમની આવક કોરોના રોગચાળા દરમિયાન ઘટી છે."