Republic Day 2022: ઇન્ટેલિજન્સ એજન્સીઓને પ્રજાસત્તાક દિવસ પર PM મોદી તથા અન્ય મહાનુભાવોના જીવને જોખમમાં મુકી શકે તેવા સંભવિત આતંકવાદી ષડયંત્ર વિશે ઇનપુટ મળ્યા છે. નવ પાનાનો આ ઈન્ટેલિજન્સ ઈનપુટ છે. જેની એક નકલ ઈન્ડિયા ટુડે દ્વારા એક્સેસ કરવામાં આવી છે. તે દર્શાવે છે કે PM મોદી અને અન્ય મહાનુભાવો કે જેઓ ભારતના 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં હાજર રહેશે તેમના માટે ખતરો છે. મધ્ય એશિયાના પાંચ દેશો - કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના નેતાઓને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.
કોના તરફથી છે ખતરો
ઈનપુટ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ ખતરો પાકિસ્તાન/અફઘાનિસ્તાન-પાકિસ્તાન ક્ષેત્રની બહારના જૂથો તરફથી છે. આ જૂથોનો ઉદ્દેશ્ય ઉચ્ચ સ્થાન ધરાવતા મહાનુભાવોને નિશાન બનાવવા અને જાહેર મેળાવડા, નિર્ણાયક સંસ્થાઓ અને ભીડવાળા સ્થળોને તોડફોડ/વિક્ષેપ કરવાનો છે. ઇનપુટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી ધમકી પાછળ લશ્કર-એ-તૈયબા, ધ રેઝિસ્ટન્સ ફોર્સ, જૈશ-એ-મોહમ્મદ, હરકત-ઉલ-મુજાહિદ્દીન અને હિઝબુલ-મુજાહિદ્દીન જેવા આતંકવાદી જૂથો છે.
ઈનપુટમાં બીજું શું કહેવામાં આવ્યું છે
ઇનપુટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં સ્થિત ખાલિસ્તાની જૂથો પંજાબમાં આતંકવાદીઓને ફરી સંગઠિત કરવાનું કામ કરી રહ્યા છે. તેઓ પંજાબ અને અન્ય રાજ્યોમાં ટાર્ગેટ હુમલાની યોજના પણ બનાવી રહ્યા છે. ફેબ્રુઆરી 2021માં મળેલા ઈનપુટ મુજબ, ખાલિસ્તાની આતંકવાદી જૂથો વડાપ્રધાનની બેઠક અને પ્રવાસ સ્થળો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.
ભારતમાં એક જ અઠવાડિયામાં કેટલા લાખ લોોકોને અપાયો પ્રીકોશનરી ડોઝ, જાણો સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું
'કપિલ શર્મા શો'ના એક્ટરની પત્નિએ રેડ બિકિનીમાં બેડ પર સૂતાં આપ્યો હોટ પોઝ, તસવીર થઈ વાયરલ