Republic Day 2023: દેશે આજે ધામધૂમથી ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે. આ વખતે મુખ્ય અતિથિ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફત્તાહ અલ-સીસી હતા. આ વર્ષે ઉજવાયેલા ગણતંત્ર દિવસની બે વિશેષતાઓ હતી, પહેલી એ કે આ વખતે પરેડમાં દર્શાવવામાં આવેલા તમામ શસ્ત્રો ભારતમાં બનાવવામાં આવ્યા હતા, જ્યારે આ વખતે આ પરેડની થીમ નારી શક્તિ હતી.
મેડ ઈન ઈન્ડિયાને ધ્યાનમાં રાખીને આ વખતે રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી ભારતમાં બનેલ તોપ દ્વારા આપવામાં આવી હતી. આ તોપોનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવ્યું હતું. 8711 ફિલ્ડ બેટરીના ગનર્સે રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી આપી હતી, જેમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતી બ્રિટિશ યુગની 25 પાઉન્ડર તોપની જગ્યાએ સ્વદેશી બનાવટની 105 એમએમ ભારતીય ફીલ્ડ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોદી સરકારના મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમની પ્રગતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આ પગલું ભર્યું છે.
ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ હતા
સરકાર દ્વારા વસાહતી યુગના અવશેષોથી દૂર જવાનો પણ પ્રયાસ છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતેહ અલ-સીસી ગુરુવારે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સાક્ષી બનેલા વિશ્વ નેતાઓના એક જૂથમાં જોડાયા હતા. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે.
આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઘણા નેતાઓ સાથે તેમણે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડ જોઈ. આ પ્રથમ વખત છે જ્યારે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ બનાવવામાં આવ્યા છે.
બે વર્ષ પછી ખાસ મહેમાન ભારત આવ્યા
અલ સીસી મંગળવારે ભારતની મુલાકાતે આવ્યા હતા અને બુધવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. દર વર્ષે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વિશ્વના કોઈપણ દેશના નેતાને આમંત્રણ આપવામાં આવે છે. કોવિડ-19 રોગચાળાને કારણે વર્ષ 2021 અને 2022માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કોઈ મુખ્ય મહેમાન નહોતા.
એરફોર્સની જોવા મળી તાકાત
74મા પ્રજાસત્તાક દિવસની પરેડના ભવ્ય સમાપનમાં ભારતીય વાયુસેનાના 45 વિમાન, ભારતીય નૌકાદળનું એક અને ભારતીય સેનાના ચાર હેલિકોપ્ટર સામેલ થયા હતા.
ભારતીય નૌસેનાએ આત્મનિર્ભર ભારતની ઝલક બતાવી
ભારતીય નૌકાદળની ટુકડીમાં 144 યુવા નાવિક જોડાયા હતા. તેનું નેતૃત્વ લેફ્ટનન્ટ કમાન્ડર દિશા અમૃત દ્ધારા કરવામાં આવ્યું હતું. માર્ચ કરનારી ટુકડીમાં પ્રથમ વખત ત્રણ મહિલાઓ અને છ અગ્નિવીરોએ ભાગ લીધો હતો. આ પછી નૌકાદળની ઝાંખી જોવા મળી હતી. તે 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ ભારતીય નૌકાદળની બહુ-આયામી ક્ષમતાઓ, મહિલા શક્તિ અને સ્વદેશી રીતે તૈયાર કરાયેલા ઉપકરણોનું પ્રદર્શન કરશે.