નવી દિલ્હીઃ દેશમાં હાલમાં કોરોનાની સાથે બ્લેક ફંગસનો કહેર પણ જોવા મળી રહ્યો છે. આ બીમારી કોરોનાકાળમાં અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લીધા છે. તેની સારવાર ઘણી મોંગી છે, એટલું જ નહીં તેની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતું ઇન્જેક્શન પણ સરળતાથી નથી મળી રહ્યું.


બીજી બાજુ આઈઆઈટી હૈદ્રાબાદના Researchers at IIT Hyderabad developed an oral solution to treat Black Fungus, Mucormycosis એક સારા સમાચાર સામે આવ્યા છે. આઈઆઈટી હેદ્રાબાદના રિસર્ચર્સે બ્લેક ફંગસની સારવારમાં કારગર એવી એક દવા તૈયાર કરી છે. આ સોલ્યૂશનને દર્દીને મોઢા દ્વારા આપવામાં આવશે.


બે વર્ષના રિસર્ચ બાદ રિસર્ચરને આ સોલ્યૂશન પર પૂરો વિશ્વાસ છે. તેમનું માનવું છે કે, તેનું મોટા પાયે ઉત્પાદન કરી શકાય છે. આ સોલ્યૂશનની એક ખાસ વાત એ છે કે તે ખૂબ જ સસ્તી છે. 60 મિલીગ્રામ આ ટેબલેટની કિંમત માત્ર 200 રૂપિયા છે.


આઈઆઈટી હૈદ્રાબાદમાં આ સોલ્યૂશન પાછળ બે વર્ષથી પ્રોફેશર સપ્તઋષિ મજૂમદાર, ડો. ચંદ્ર શેખર શર્મા અને તેના પીએચડી સ્કોલર મૃણાલિની ગેધાને અને અનંદિતા લાહા કામ કરી રહ્યા હતા.


સંસ્થાએ કહ્યું કે, “બે વર્ષના રિસર્ચ બાદ સંશોધકો એ વાતને લઈને આશ્વસ્ત છે કે આ ટેક્નોલોજી મોટા પાટે ઉત્પાદન કરીને યોગ્ય ફાર્મા કંપની સાથે ટેક્નોલોજી ટ્રાન્સફર કરી શકાય છે.”


તેણે કહ્યું, “હાલમાં દેશમાં બ્લેક અને અન્ય પ્રકારના ફંગસની સારવાર માટે આ દવાનો ઉપયોગ કરવામાં આવતો હતો તથા તેની ઉપલબ્ધતા અને સસ્તી કિંમતને જોતા આ દવાને ઇમરજન્સી અને તાત્કાલીક ટ્રાયલની મંજૂરી આપવી જોઈએ.”


શર્માએ કહ્યું કે, આ ટેકનીક બૌદ્ધિક સંપદા અધિકારથી મુક્ત છે જેથી તેનું વ્યાપર સ્તર પર ઉત્પાદન થઈ શકે છે અને લોકો માટે આ વાજબી અને સરળતાથી ઉપલબ્ધ રહે.


Corona Update: બીજી લહેરમાં સૌથી મોટી રાહત, 50 દિવસમાં પ્રથમ વખત સૌથી ઓછા 1.52 લાખ નવા કેસ નોંધાયા