નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે વ્યાજ દરમાં ઘટાડો કરીને લોકોને દિવાળીની ભેટ આપી છે. રિઝર્વ બેંકે શુક્રવારે દ્વિમાસિક નાણાં નીતિ સમીક્ષા રજૂ કરી. તેમાં રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેપો રેટ ઘટાડ્યા બાદ બેંકો પણ વ્યાજ દરમાં ઘટાડો કરસે અને લોકોને હોમ લોન, ઓટોલોન વગેરેના હપ્તા ઓછા થઈ જશે.


આ સાથે જ આ વર્ષ સુધીમાં વ્યાજ દરમાં 1.35 ટકાનો ઘટાડો થઈ ગયો છે. આજના ઘટાડા બાદ રેપો રેટ 5.15 ટકા થઈગયો છે. આશા છે કે બેંકો દિવાળી પહેલા તેનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડશે.

શું છે રેપો રેટ?

જે રેટ એટલે કે વ્યાજ દરો પર આરબીઆઈ કોમર્શિયલ બેંકો અને બીજી બેંકોને લોના આપે છે, તેને રૅપો રેટ કહે છે. રૅપો રેટ ઓછી થવાનો અર્થ એ છે કે બેંકથી મળનારી લોન સસ્તી થઈ જશે. રૅપો રેટ ઓછી થવાથી હોમ લોન, વ્હીકલ લોન વગેરે તમામ સસ્તી થઈ જાય છે.

કેટલી રાહત થશે?

માની લો કે, રૅપો રેટમાં ઘટાડા બાદ કોઈ બેંક હોમ લોનનો વ્યાજદર 0.25 ટકા ઘટાડે છે તો તેનાથી 25 લાખ રૂપિયા સુધીની 20 વર્ષ માટેની લોનની ઈએમઆઈ દર મહિને લગભગ 400 રૂપિયા ઘટી જશે. જો આપે 25 લાખ રૂપિયા સુધીની લોન 20 વર્ષ માટે લીધી છે અને વ્યાજદર 8.35 ટકા છે તો હાલમાં આપની દર મહિને કપાતો ઈએમઆઈ 21,459 રૂપિયા હશે. પરંતુ જો વ્યાજદર ઘટીને 8.10 ટકા થઈ જાય છે તો આ હોમ લોન પર ઈઅસમેઆઈ 21,067 રુપિયા થઈ જશે.