કોરોના મહામારી સામે લડવા માટે હરિયાણા સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 31 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા રાજ્યમાં 24 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. લોકડાઉનની જાહેરાત બાદ રાજ્યમાં કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારાબાદ રાજ્ય સરકારે લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. નવી ગાઈડલાઈનમાં જરુરી સેવાઓને લોકડાઉનના પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે.


નવી ગાઈડલાઈનમાં જરુરી સેવાઓને લોકડાઉનના પ્રતિબંધોને છૂટ આપવામાં આવી છે. આ સિવાય નવા પ્રતિબંધોમાં ઘણી અન્ય છૂટછાટ આપવામાં આવી છે. 



હરિયાણામાં શનિવારે કોરોના સંક્રમિત 98 લોકોના મોત થયા હતા. જ્યારે 5021 નવા કેસ નોંધાયા હતા. નવા દર્દીઓ સામે આવ્યા બાદ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા વધીને 7 લાખ 33 હજારને પાર પહોંચી છે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ



સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,40,842 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3741 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,55,102 લોકો ઠીક પણ થયા છે.   


કુલ કેસ-  બે કરોડ 65 લાખ 30 હજાર 132
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 34 લાખ 25 હજાર 467
કુલ એક્ટિવ કેસ - 28 લાખ 05 હજાર 399
કુલ મોત - 2 લાખ 99 હજાર 399


19 કરોડથી વધારેને રસી અપાઈ



દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 19 કરોડ 50 લાખ 4 હજાર 184 ડોઝ આપવામાં આવ્યા છે.


 સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના આઠ રાજ્યોમાં એક લાખથી વધુ કેસ છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ,  તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 50 હજારથી એક લાખ એક્ટિવ કેસ છે. 18 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે.



 કેટલા સેમ્પલનું થયું ટેસ્ટિંગ



ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 32,86,07,937 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 22 મે ના રોજ 21,23,782 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા. 



રાજ્યોની હાલત છે ખરાબ



કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.