Travel Guidelines: આરોગ્ય મંત્રાલયે ગુરુવારે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કોરોનાવાયરસના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને, સરકારે ભારતમાં આવતા લોકો માટે ફરજિયાત 7 દિવસની ક્વોરેન્ટાઇન નાબૂદ કરી છે.


નવી માર્ગદર્શિકા 14 ફેબ્રુઆરીથી લાગુ થશે. સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, મુસાફરોએ પહોંચ્યા પછી 14 દિવસ સુધી તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવું પડશે અને જો તેઓ કોવિડ -19 ના લક્ષણો દર્શાવે છે, તો તેઓએ પોતાને અલગ રાખવું પડશે. દેશો માટે 'એટ-રિસ્ક' ટેગ પણ હટાવી દેવામાં આવ્યો છે.


આ ઉપરાંત, 82 દેશોના મુસાફરોને બોર્ડિંગના 72 કલાક પહેલાં નેગેટિવ  RT-PCR રિપોર્ટને બદલે સંપૂર્ણ રસીકરણનું પ્રમાણપત્ર અપલોડ કરવાની મંજૂરી છે.  







ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના  67,084 કેસ નોંધાયા હતા. જ્યારે 1,67,882 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી તેમજ છેલ્લા 24 કલાકમાં 1,241 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. દેશમાં હવે એક્ટિવ કેસ 7,90,789 (1.86%) છે. જ્યારે દેશમાં કુલ  5,06,520 લોકના મોત નીપજ્યા છે. જ્યારે દેશનો ડેઇલી પોઝિટીવિટી રેટ  4.44% છે. તો દેશમાં અત્યાર સુધીમાં  1,71,28,19,947 રસીકરણ થયું છે.


આ પણ વાંચોઃ અંડરટેકર, જોન સીનાને ધૂળ ચટાડનારો આ રેસલર સામેલ થયો ભાજપમાં, મોદીને લઈ કહી આ વાત


Exclusive - મોદીનો ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પોતાની રેલીમાં નહીં આવવા આદેશ. જાણો શું છે કારણ ?