નવી દિલ્હીઃ કોરોનાનો કહેર સમગ્ર વિશ્વ પર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાનો કોઈ તોડ સામે આવ્યો નથી. વૈજ્ઞાનિકો દિવસ રાત કરીને ઉપાય શોધી રહ્યા છે. પરંતુ જે કામ કોઈ નથી કરી શક્યું તેને કરવાનો પ્રયત્ન અખિલ ભારત હિન્દુ મહાસભાએ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે ગૌમૂત્રથી કોરોના વાયરસથી બચી શકાય છે.

એવામાં એક ગૌમૂત્ર પીવાની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું એક પોસ્ટર પણ ખૂબ વાયરલ થયું હતું. એ પોસ્ટરને શેર કરતાં એક્ટ્રેસ રિચા ચડ્ઢાએ કહ્યું હતું કે તે જોવા માગે છે કે કોણ આ ઇવેન્ટને લાઈવ સ્ટ્રીમ કરે છે. માત્ર એટલું જ નહીં રિચાએ ત્યાં સુધી કહ્યું હતું કે, મને એ જોવામાં રસ છે કે આખરે કોણ ગૌમૂત્ર પીવે છે.


ત્યાર બાદ ઘણાં લોકોએ રિચાને આ પાર્ટીના વીડિયો ટેગ કરવાનું શરૂ કર્યું, જેમાં પાર્ટીમાં સામેલ લોકો ગૌમૂત્ર પીતા જોવા મળી રહ્યા છે. જેને જોયા બાદ રિચા ચડ્ઢા હેરાન રહી ગઈ છે. વીડિયો પર કમેન્ટ કરતાં રિચાએ સમગ્ર કાર્યક્રમને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું.


રિચાએ ટ્વીટ કર્યું કે, ‘ના-ના આવું ન બની શકે, શું ખરેખર, ના આ ન બની શકે.’ જોકે, તેને જોયા બાદ રિચા ચડ્ઢા તો શું કોઈનું પણ હેરાન થવું વાજબી છે, કારણ કે જે વાયરસથી હજારો લોકના જીવ ગયા છે તે સંક્રમમે કન્ટ્રોલ કરવા માટે ગૌમૂત્રને તેની દવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.