નવી દિલ્હીઃ ખેડૂત બિલને લઇને ખેડૂતોનું આંદોલન લગભગ 70 દિવસથી ચાલી રહ્યું છે. આ આંદોલનમાં મોટા સ્ટાર્સનુ સમર્થન મળી રહ્યું છે. તાજેતરમાં જ આંદોલનની વચ્ચે રાજધાની દિલ્હીના કેટલાક ભાગોમાં ઇન્ટરનેટ બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો હતો, તો આના પર સવાલો ઉઠ્યા હતા. હવે હૉલીવુડની જાણીતી સિંગર રિહાનાએ પણ આના પર સવાલો ઉઠાવ્યા છે.


રિહાનાએ મંગળવારે આંદોલન સંબંધિત એક ખબર શેર કરતાં ટ્વીટર પર લખ્યું- અમે આ વિશે વાત કેમ નથી કરી રહ્યાં? રિહાનાએ આની સાથે #FarmersProtestનો ઉપયોગ કર્યો. આ પછી સોશ્યલ મીડિયા પર રિહાનાને લઇને સતત ચર્ચા થવા લાગી, અને રિહાના ટ્રેન્ડિંગ ટૉપિકમાં પણ આવી ગઇ હતી.

(તસવીરઃ ઇન્સ્ટાગ્રામ પરથી)

કોણ છે રિહાના?
રિહાના હૉલીવુડની પૉપ સિંગર અને એક્ટ્રેસ છે. રિહાનાના ટ્વીટર પર 100 મિલિયન ફોલોઅર્સ છે. ટ્વીટર પર દુનિયામાં સૌથી વધુ ફોલો થનારા લોકોમાં રિહાના 100 મિલિયન ફોલોઅર્સની સાથે ચોથા નંબર પર છે. તેને 'Don't stop the music', 'Love the way you lie', 'Umbrella' જેવા કેટલાય મોટા હિટ્સ આપ્યા છે.

રિહાના એક્ટ્રેસ પણ છે. તે હૉલીવુડ ફિલ્મ બેટલશિપ અને Ocean's 8 જેવી કેટલીય ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે. 32 વર્ષની રિહના પોતાના ફેશન બ્રાન્ડમાં પણ છે, જેનુ નામ Fenty છે.

2019માં ફૉર્બ્સએ રિહાનાને સૌથી ધનિક મ્યૂઝિશિયન બતાવવામાં આવી હતી, ફૉર્બ્સ અનુસાર રિહાનાની કુલ સંપતિ 600 મિલિયન ડૉલર (4400 કરોડ) છે.

એવુ પહેલીવાર નથી જ્યારે તેને કેટલાય એવા ટ્વીટ કર્યા છે. રિહાના આવા મુદ્દાઓ પર ટ્વીટ કરતી રહે છે. તાજેતરમાં જ તેને મ્યાનમારમાં સેનાને કબજામાં લેવાને લઇને પણ ટ્વીટ કર્યુ હતુ.