નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશની મેરઠમાં એક જગ્યાએ હિંસા ભડકી ઉઠી છે. રિપોર્ટ અનુસાર એક અફવાના કારણે અહીં મોટુ નુકશાન થયુ છે.




રિપોર્ટ અનુસાર, મેરઠના કેન્ટ વિસ્તારમાં એક રહેણાંક વિસ્તારમાં કેન્ટ બોર્ડની ટીમ પોલીસની સાથે ગેરકાયદેસર બાંધકામ અને મકાન-દુકાનો હટાવવા ગઇ હતી. તે સમયે એવી વાત ફેલાઇ ગઇ કે બોર્ડ અને પોલીસની ટીમ ગેરકાયદેસર વસૂલી-ઉઘરાણીના હેતુથી આવી છે.



પછી આ વિસ્તારના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ શરૂ થઇ ગયુ. વાત એટલી વકરી કે લોકોએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. અહીંના લોકોનો એ પણ આરોપ છે કે પોલીસની ટીમે આ વિસ્તારમાં આગ લગાડી દીધી છે.



ઝૂંપડાઓમાં આગ ફેલાઇ ગઇ, ગેસ સિલિન્ડરો ફૂટ્યા જેના કારણે જોતજોતામાં અહીં લગભગ 100 ઝૂંપડાઓ બળીને ખાખ થઇ ગયા હતા. જોકે, બાદમાં આજુબાજુના જિલ્લાના ફાયરબ્રિગેડે આગ હોલવવા મદદ કરી હતી.