પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે. 77 બેઠકો સાથે આરજેડી સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. ભાજપ 72 બેઠકો મેળવે તેમ લાગી રહ્યું છે. જેડીયૂ ત્રીજા નંબર પર અને કોંગ્રેસ ચોથા નંબર પર જઈ રહી છે.
બિહાર ચૂંટણીમાં એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કાંટે કી ટક્કર છે. શરૂઆતથી જ એનડીએ લીડ કરી રહ્યું હતું, પરંતુ બાદમાં સમીકરણો બદલાયા હતા અને મહાગઠબંધને એકધારી આગેકૂચ કરી હતી જેને લઈને બંને ગઠબંધનો વચ્ચેનું અંતર પણ ઘટીને અમુક બેઠકોનું જ રહી ગયું છે. હવે 50 લાખ મતોની ગણતરી બાકી છે અને બંને વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.
રાતના નવ વાગ્યા સુધી ચૂંટણી પંચના આંકડા મુજબ 119 બેઠકો પર પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. એઆઈએમઆઈએમ એ 3 બેઠકો પર જીત મેળવી છે. બીએસપીએ 1, બીજેપીએ 35, સીપીઆઈએ 1, સીપીએમ 1, ભાકપા માલે 6, હમ 2 બેઠક, અપક્ષ 1 બેઠક, કૉંગ્રેસ 8 બેઠક, જેડીયૂ 24 બેઠક, આરજેડી 34 બેઠક અને વીઆઈપીએ 3 બેઠક પર જીત મેળવી છે.
બિહાર વિધાનસભા ચૂંટણી: મહાગઠબંધન-NDA વચ્ચે કાંટે કી ટક્કર, RJD સૌથી મોટી પાર્ટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Nov 2020 09:53 PM (IST)
બિહાર વિધાનસભા ચૂંટણીમાં આરજેડી સૌથી મોટી પાર્ટી બનતી દેખાઈ રહી છે. 77 બેઠકો સાથે આરજેડી સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે.
(ફાઈલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -