પટના: પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ નેતા રાબડી દેવીએ આપતિજનક નિવેદન આપતા કહ્યું કે નિતિશ કુમારને તેમની સાથે લઈ જાય ભાજપાના નેતા સુશિલ મોદી અને તેમની બહેન સાથે તેમના લગ્ન કરાવી આપે. રાબડી દેવીએ જે રીતે આ નિવેદન આપ્યું તેમા તેમનો ગુસ્સો દેખાઈ રહ્યો હતો.
આજસુધી રાબડી દેવી માત્ર પીએમ પર નિશાન સાધતા હતા પરંતુ આજે આ પ્રકારનું નિવેદન આપી મહાગઠબંધનની મુશ્કેલીમાં વધારો કર્યો છે. રાબડી દેવી પહેલા પણ આ પ્રકારના નિવેદનો આપી ચુક્યા છે, પરંતુ આજે તેમણે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન સાધ્યું હતું. બાદમાં તેમણે કહ્યુ કોઈપણ કોશિશ કરવામાં આવે મહાગઠબંધન નહી તુટે પાંચ વર્ષ સુધી ચાલશે.
બાદમાં રાબડી દેવીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે મને મીડિયાવાળાએ કહ્યુ કે સુશિલ મોદી કહી રહ્યા છે કે નીતીશ કુમાર આરજેડી છોડી બીજેપીમાં જોડાય જાય, તો મે કહ્યું મોદી નીતીશ કુમારને ગોદમાં બેસેડે તેમાં શું ખોટુ છે. થોડી હસી મજાક કરી છે,
રાબડી દેવીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે મોદી કહે છે કે લાલુ યાદવે કાળુ નાણું છુપાવીને રાખ્યુ છે, પરંતુ લાલુજી પાસે કાળા નાણાં નથી, 25 વર્ષથી કેસ ચાલી રહ્યો છે, એક પાવલી પણ નથી મળી લોકોને.