નવી દિલ્લી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્લીને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારોના મતે તેમને વાયરલ ફીવર અને ઈન્ફેક્શનના લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


સૂત્રોના મતે સોનિયા ગાંધી પોતાના રૂટિન ચેકઅપ માટે ગયા હતા, ત્યારબાદ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આ વાતની સ્પષ્ટતા કરતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ આગામી બે દિવસ હોસ્પિટલમાં દાખલ રહેશે.

તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધી વારાણસીમાં કોંગ્રેસની રેલીમાં બિમાર પડ્યા પછી તેઓ આરામ કરી રહી છે. તેમની તબિયત ખરાબ હોવાના કારણે તે હાલમાં થયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠકમાં હાજર રહ્યા નહોતા, જ્યારે સંસદની કાર્યવાહીમાં પણ ભાગ લીધો નહોતો.