પટના: લાલૂ યાદવના પરિવારમાં બધુ ઠીક નથી ચાલી રહ્યું. આજે રાબડી દેવીના ઘરેથી તેજપ્રતાપ યાદવની પત્ની એશ્વર્યા રડતા-રડતા બહાર નિકળી હતી. રાબડી દેવીના ઘરની બહાર એશ્વર્યાના પિતા ચંદ્રિકા રાયની કાર ઉભી હતી, જેમાં તે બેસીની જતી રહી હતી. ચંદ્રિકા રાય આરજેડીના ધારાસભ્ય છે. 12 મે 2018ના તેજપ્રતાપ યાદવ અને એશ્વર્યાના લગ્ન થયા હતા. પરંતુ થોડા દિવસોમાં જ તેજપ્રતાપ યાદવ અને એશ્વર્યાના સંબંધોનો ખટાશ આવી અને બંને કોર્ટ પહોંચ્યા હતા.


એશ્વર્યા ચંદ્રિકા રાયની મોટી દિકરી છે. ચંદ્રિકા રાય બિહારના મંત્રી રહી ચૂક્યા છે. તેમનો પરિવાર બિહારનો જાણીતો રાજકીય પરિવાર છે. ચંદ્રિકા રાયના પિતા દારોગા રાય 1970માં બિહારના મુખ્યમંત્રી હતા. એશ્વર્યાએ દિલ્હી વિશ્વવિદ્યાલયમાંથી એસએસસીનો અભ્યાસ કર્યો છે.

લોકસભા ચૂંટણીમાં આરજેડીએ ચંદ્રિકા રાયને સારણ લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. આ જાહેરાત બાદ તેજપ્રતાપ ખૂબ જ નારાજ થયા હતા. તેણે પોતાના સસરા સામે મોરચો માંડ્યો હતો. તેમણે લોકોને અપીલ કરી હતી કે તેમને મત ન આપે.