પટના: અત્યાર સુધીના ચૂંટણી પરિણામના વલણ મુજબ બિહારમાં મહાગઠબંધનને તેમની આશા મુજબ બેઠકો નથી મળી રહી. પરંતુ આરજેડીને હજુ પણ ભરોસો છે કે મહાગઠબંધનની સરકાર બનશે.


આરજેડીએ ટ્વિટ કરી કહ્યું, અમે તમામ ક્ષેત્રના ઉમેદવારો અને કાર્યકર્તાઓના સંપર્કમાં છીએ અને તમામ જિલ્લામાંથી પ્રાપ્ત સૂચના હમારા પક્ષમાં છે અને મોડી રાત સુધી મતગણતરી થશે. મહાગઠબંધનની સરકાર બનવાનું નક્કી છે. બિહારે બદલાવ કર્યો છે. તમામ ઉમેદવારો અને કાઉન્ટિંગ એજન્ટ મતગણતરી પૂરી થાય ત્યાં સુધી કાઉન્ટિંગ હોલમાં બન્યા રહે.

ચૂંટણી પંચના મુજબ, સાંજે ચાર વાગ્યા સુધીમાં એનડીએ 129 બેઠકો પર આગળ છે. જેમાંથી ભાજપ 73, જેડીયૂ 49,વીઆઈપી 5 અને હમ 2 બેઠકો પર આગળ છે.

મહાગઠબંધનની વાત કરવામાં આવે તો 103 બેઠકો પર આગળ છે. આરજેડી 64,કૉંગ્રેસ 20 અને લેફ્ટ 18 બેઠકો પર આગળ છે. બસપા બે, આઈએઆઈએમ ચાર, એલજેપી એક અને અપક્ષ ચાર બેઠકો પર આગળ છે.