રાજસ્થાન: જોધપુરમાં બસ અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત, 13નાં મોત
abpasmita.in | 27 Sep 2019 04:43 PM (IST)
જૈસલમેર-જોધપુર રોડ પર શુક્રવાર બપોરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. અકસ્માત બસ અને જીપ વચ્ચે સર્જાયો હતો.
જોધપુર: રાજસ્થાનના જોધપુર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 13 લોકોના મોત થયા છે. જ્યારે કે 10 લોકો ઘાયલ થયા છે. જૈસલમેર-જોધપુર રોડ પર શુક્રવાર બપોરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. અકસ્માત બસ અને જીપ વચ્ચે સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા મોટી સંખ્યમાં પોલીસ દોડી આવી હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યુ હતુ. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા લોકોએ પોતાની રીતે રાહત કામગીરી શરૂ કરી હતી. ઘાયલ તમામ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.