Chhattisgarh Accident: છત્તીસગઢના કવર્ધા જિલ્લાના કુકદુરમાં સોમવારે એક દુઃખદ રોડ અકસ્માતની ઘટના બની છે. અહીં એક પીકઅપ વાહન પલટી જતાં 15 લોકોના મોત થયા હતા. બૈગા આદિવાસી તેંદુપાન તોડીને પરત ફરી રહ્યા હતા. બાહપાની પાસે ખીણમાં પીકઅપ વાહન ખાડામાં પડી ગયું હતું. પીકઅપમાં 25-30 લોકો હતા. જેમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ કુઇના રહેવાસી હોવાનું કહેવાય છે. આ ઘટના પંડરિયાના કુકદુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે.






જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં 14 મહિલાઓનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા છે. આ રોડ અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. 


આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ટીમ અને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન, મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ ઘટના અંગે પીડિતાના પરિવારજનો અને સંબંધીઓને જાણ કરવામાં આવી છે.


આ પહેલા 9 એપ્રિલે દુર્ગના કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. કુમ્હારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેડિયા કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલી બસ કાબૂ બહાર જઈને પલટી ગઈ અને 25 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. આ અકસ્માતમાં 13થી વધુ લોકોના મોત થયા હતા જ્યારે 17 લોકો ઘાયલ થયા હતા.






છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ આ દર્દનાક ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. એક્સ પર પોસ્ટ કરતા તેમણે લખ્યું ઘાયલોની સારી સારવાર માટે જિલ્લા પ્રશાસનને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. હું દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.