'ક્યારેક-ક્યારેક' દારૂ પીવો પણ ફાયદા કરતાં નુકસાનકારક વધારે છે! 4 અલગ-અલગ રિસર્ચથી સમજો

દારૂ પીવો સ્વાસ્થ્ય માટે ખરાબ છે (તસવીરઃ freepik)
Source : freepik
આપણે બધા બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે દારૂ પીવો સ્વાસ્થ્ય માટે ખરાબ છે. પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ ક્યારેક ક્યારેક દારૂ પીવો ઠીક લાગે છે.
'હું દારૂ ક્યારેક જ પીઉં છું', 'હું માત્ર એક ગ્લાસ વાઇન પીઉં છું', 'હું મહિનામાં માત્ર એક કે બે વાર જ દારૂ પીઉં છું'... જો આવું વિચારીને તમે પણ થોડો દારૂ પીતા હોવ તો તમારા માટે નિરાશાજનક સમાચાર છે.

