Road Accident Video: આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના ઘટી છે, જિલ્લાના મુસુનુરુ ટોલ પ્લાઝા પર એક લારી અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, આ દૂર્ઘટના રાત્રે 2 વાગ્યે બની હતી જ્યારે બે બળદોને લઈને શ્રીકાલહસ્તી જઈ રહેલી ટ્રકને પાછળથી લોખંડ ભરેલી બીજી ટ્રકે ટક્કર મારી હતી.


20 થી વધુ લોકો ઘાયલ 
ટક્કર બાદ લોખંડ ભરેલી ટ્રકના ચાલકે કાબુ ગુમાવી દીધો હતો અને બીજીબાજુથી આવતી ખાનગી બસને ટક્કર મારી હતી. દૂર્ઘટના વિશે માહિતી આપતા કાવલી ડીએસપી વેંકટરામને જણાવ્યું કે નેલ્લોર જિલ્લાના મુસુનુરુ ટૉલ પ્લાઝા પર એક લોરી અને બસની ટક્કર થઈ. આ દરમિયાન 6 લોકોના મોત થયા હતા, જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


કાનપુર રૉડ અકસ્માતમાં પણ થયા હતા 6 લોકોના મોત 
આ પહેલા ઉત્તરપ્રદેશના કાનપુર દેહાતમાં એક મોટો રોડ અકસ્માત થયો હતો. અહીં તિલક સમારોહમાંથી ઘરે પરત ફરી રહેલા વાહનચાલકોની કાર બેકાબુ બની ગટરમાં પડી હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા જ્યારે બે બાળકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા લોકો ઈટાવામાં તિલક સમારોહમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ અકસ્માત કાનપુર દેહતના સિકંદરા પોલીસ સ્ટેશન વિસ્તારના જગન્નાથપુર ગામ પાસે થયો હતો.






છત્તીસગઢમાં પણ થયો હતો ભયાનક એક્સિડેન્ટ 
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં બુધવારે અન્ય માલવાહક વાહન સાથે ટ્રક અથડાતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા અને અન્ય 10 લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે રાજ્યની રાજધાની રાયપુરથી લગભગ 450 કિમી દૂર નામેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મિંગાચલ ગામ નજીક મોડી સાંજે આ અકસ્માત થયો હતો.