નવી દિલ્હી:  દેશમાં ફરી કોરોના વાયરસના સંક્રમણમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે દેશના જાણીતા બિઝનેસમેન અને કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રૉબર્ટ વાડ્રા ( Robert Vadra )પણ કોરોની ઝપેટમાં આવી ગયા છે. રૉબર્ટ વાડ્રાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.  પ્રિયંકા ગાંધી ( Priyanka Gandhi )એ એક વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.  જો કે, પ્રિયંકા ગાંધીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, રૉબર્ટ વાડ્રા કોરોના પોઝિટિવ આવતા મે પોતાનો આસામનો પ્રવાસ રદ કરી દીધો છે. હવેમાં હું આઈસોલેશન(Self-Isolates)માં રહીશ. 



પ્રિયંકા ગાંધી( Priyanka Gandhi )એ ટ્વીટ કર્યું હતું કે, “હાલમાં જ કોરોના સંક્રમણના સંપર્કમાં આવવાને કારણે મારે મારો આસામ, તામિલનાડુ અને કેરળનો પ્રવાસ રદ કરવો પડ્યો છે. ગઈકાલે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ ડૉક્ટરોની સલાહ પર હું આગામી કેટલાક દિવસ સુધી આઈસોલેશનમાં રહીશ. આ અસુવિધા બદલ હું તમારા બધાની માફી માંગું છું. હું કોંગ્રેસની જીત માટે પ્રાર્થના કરું છું. "




ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધી આસામમાં આજે ત્રણ સભાઓ કરવાના હતા. પ્રિયંકા બપોરે 12 વાગ્યે ગોલપારા પૂર્વમાં, દોઢ વાગ્યે ગોલકગંજ અને સાડા ત્રણ વાગ્યે સરુખેત્રીમાં જનસભા કરવાના હતા. 


દેશમાં આજે કોરોના વાયરસના 81,466 કેસ નોંધાયા 


 દેશમાં આજે કોરોનાના 81 હજાર 466 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા છ મહિનામાં સૌથી વધુ છે. નવા કેસો આવ્યા બાદ હવે દેશમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા એક કરોડ 23 લાખ 3 હજાર 131 પર પહોંચી ગઈ છે.  આંકડા પ્રમાણે દેશમાં 2 ઓક્ટોબર 2020 ના રોજ એક જ દિવસમાં 81 હજાર 484 નવા કેસ નોંધાયા હતા. મોટી વાત એ છે કે ગઈકાલે 469 લોકોના મોત સંક્રમણના કારણે થયા હતા, ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એક લાખ 63 હજાર 396 થઈ ગઈ છે. આ અગાઉ 6 ડિસેમ્બરે 24 કલાકમાં  સંક્રમણથી 482 મોત નોંધાયા હતા.