કેન્દ્ર સરકારે આજે 15000 કરોડની જોગવાઈ કરીછે. તેનાથી પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ, આઈસીયુ, વેન્ટીલેટર્સની સંખ્યા ઝડપથી વધારી શકાય. મેડિકલ, પેરામેડિકલ તાલીમ પણ આપવામાં આવશે. મે તમામ રાજ્યોને આગ્રહ કર્યો છે કે આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવે. પીએમ મોદીએ કહ્યું, દેશનું ખાનગી ક્ષેત્ર પણ આ સંકટ અને સંક્રમણની ઘડીમા સાથે મળી આગળ આવશે. આ પડકારજનક સમયમાં સરકાર સાથે મળી આગળ આવે. જાણતા કે અજાણતા અફવા પણ ફેલાતી હોય છે. માટે કોઈ પણ પ્રકારની અફવા કે અંધશ્રદ્ધાથી બચવું.
મારી તમને પ્રાર્થના છે કે આ બિમારીના લક્ષણોની સ્થિતિમાં ડોક્ટરોની સલાહ વગર કોઈ જ દવા ન લો. તે તમારા જીવનને જોખમમાં નાંખી શકે છે. મને વિશ્વાસ છે દરેક ભારતીય સરકાર ,સ્થાનિક પ્રશાસનના આદેશનું પાલન કરે. 21 દિવસનું લોકડાઉન લાંબો સમય છે. પણ તમારા જીવનની રક્ષા માટે, તમારા પરિવારની રક્ષા માટે એટલું જ મહત્વનું છે .આપણી પાસે આ જ એક માર્ગ છે. મને વિશ્વાસ છે કે દરેક હિન્દુસ્તાની સફળતા પૂર્વક આ મુશ્કેલ ઘડીમાંથી બહાર આવશે. આત્મવિશ્વાસ સાથે કાયદાનું પાલન કરી, પૂરી રીતે સંયમ રાખી વિજયનો સંકલ્પ કરી આ બંધનનો સ્વીકાર કરીએ.