ભોપાલ: મધ્યપ્રદેશના બેતુલના કોંગ્રેસના ધારાસભ્ય નિલય ડાગાના અલગ અલગ ઠેકાણે  સોમવારે આઇટી વિભાગના દરોડા પડ્યાં હતા. આઇટી વિભાગના  સર્ચ ઓપરેશન કરતા 450 કરોડનું નાણું ઝડપાયું છે.


18 ફેબ્રુઆરીથી આઇટી વિભાગ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મુંબઇ, કોલકતા, ભોપાલમાં આઇટી રેડ વિભાગ દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. મધ્યપ્રદેશના પણ અલગ અલગ જિલ્લામાં આઇટી દ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.

રવિવારે સોલાપુર સ્થિત કોંગ્રેસ ધારાસભ્યના ઠેકાણેથી તેમનો એક કર્મચારી બેગ લઇને ભાગ્યો હતો. આ બેગ નોટોથી ભરેલું હતી. ત્યારબાદ આ જ જગ્યાએથી નોટોનું ભરેલું બેગ મળ્યું હતું.  બાદ આઇટીની રેડ દરમિયાન અહી મોટી માત્રામાં કાળું નાણું મળી આવ્યુ હતું. આવકવેરાએ નોટોની ગણતરી માટે મશીન લગાવવી પડી હતી. ધારાસભ્ય ડાગાના સોલાપુરના ઠેકાણેથી અંદાજિત 7.5 કરોડની સંપતિ મળી આવી હતી. ડાગા બંધુ આવકવેરાના અધિકારીને આવકનો સ્ત્રોત ન હતા જણાવી શકયા. જેથી તમામ નાણું જપ્ત કરાયું હતું.

આઇટી  વિભાગને સર્ચ ઓપરેશન દરમિયાન બેતુલ સહિતના જુદા જુદા આઠ ઠેકાણેથી 60 લાખ રૂપિયાની રકમ મળી હતી. સોલાપુરવાળી રકમ મળીને કુલ બેતુલમાં જ  8.10 કરોડની સંપત્તિ આવકવેરાએ જપ્ત કરી છે. આઇટી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ મધ્યપ્રદેશમાં રેડ દરમિયાન મળેલી આ સોથી મોટી રકમ છે. મધ્યપ્રદેશમાં ડાગાના જુદા  જુદા ઠેકાણાની રેડ દરમિયાન કુલ 450 કરોડનું નાણું ઝડપાયું છે.