ગ્વાલિયરઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આર એસ એસ વડા મોહન ભાગવતએ  મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, તમે જોશો કે હિંદુઓની સંખ્યા અને તાકાત ઘટી ગઈ છે અથવા હિંદુત્વની ભાવના ઘટી છે. જો હિંદુઓએ હિંદુ તરીકે રહેવું હોય તો ભારતને 'અખંડ' બનવું પડશે.


તેમણે કહ્યું કે, આ હિંદુસ્તાન છે અને અહીંયા પરંપરાથી હિંદુઓ રહેતા આવ્યા છે. જે વાતનો હિંદુ કહો છો તે તમામ વાતોનો વિકાસ આ ભૂમિમાં થયો છે. ભારતની તમામ વાતો ભારતની જમીન સાથે સંકળાયેલ છે, સંયોગ સાથે નહીં.


આ ઉપરાંત ભાગવતે કહ્યું કે, હિંદુ અને ભારત અલગ-અલગ ન હોઈ શકે. તેમણે ભાર આપતાં કહ્યું, હિંદુ વગર ભારત નહીં અને ભારત વગર હિંદુ નહીં. હિંદુઓની શક્તિ ઓછી થશે તો ભારત નબળું પડશે. જો હિંદુઓને દેશથી અલગ કરી દેશો તો કોઈ ઈતિહાસ નહીં રહે. ભારત તૂટ્યું, પાકિસ્તાન થયું કારણકે આપમે આ ભાવને ભૂલી ગયા કે આપણે હિંદુ છીએ, ત્યાંના મુસલમાન પણ ભૂલી ગયા. ખુદને હિંદન માનતાની પહેલા તાકાત ઓછી થઈ અને બાદમાં વસતિ. તેથી પાકિસ્તાન ભારતમાં ન રહ્યું.






આ પહેલા નોયડામાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું હતું કે વિભાદન કોઈ રાજકીય પ્રશ્ન નથી પરંતુ તે અસ્તિત્વનો પ્રશ્ન છે. ભારતના વિભાજનનો પ્રશ્ન સ્વીકાર એટલા માટે કરવામાં આવ્યો હતો કે લોહીની નદીઓ ન વહે પરંતુ તેનાથી ઉલટું ત્યારથી લઈ આજ સુધી વધારે લોહી વહી ચુક્યું છે.