રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘનાં પ્રમુખ ભાગવતે કહ્યું સંવિધાને દેશનાં દરેક નાગરિકને રાજા બનાવ્યા છે. રાજાની પાસે અધિકાર છે, પરંતુ અધિકારોની સાથે બધા પોતાના કર્તવ્ય અને અનુશાસનનું પણ પાલન કરે, ત્યારે દેશને સ્વતંત્ર કરાવનારા ક્રાંતિકારીઓનાં સપનાને અનુરૂપ ભારતનું નિર્માણ થશે. તેમણે કહ્યું કે આ ક્ષણથી જ એવા ભારતનું નિર્માણ થશે જે દુનિયા અને માનવતાની ભલાઈને સમર્પિત થશે.
મોહન ભાગવતે કહ્યું સમર્થ, વૈભવશાળી અને પરોપકારી ભારતનાં નિર્માણને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવે છે. કર્તવ્ય બુદ્ધિથી કરવામાં આવેલું કાર્ય જ આ લક્ષ્યને પ્રાપ્ત કરશે. દેશ અને વિશ્વ શાંતિનાં માર્ગ પર આગળ વધશે.