જયપુર: રાજસ્થાનમાં એક ગ્રામ પંચાયતની શરમનજનક હરકતનો કિસ્સો સામે આવ્યો છે. એક આરટીઆઈ કાર્યકર્તાએ આરટીઆઈ અંતર્ગત માહિતી માંગી ત્યારે તેના જવાબમાં ગ્રામ પંચાયતે કવરમાં કંડોમ મોકલાવી દીધાં હતાં. જેનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે.


મામલો રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાની એક ગ્રામ પંચાયત છાનીબડીનો છે. એક આરટીઆઈ કાર્યકર્તા વિકાસ ઔધરી અને મનોહર લાલે છેલ્લા પાંચ વર્ષના પંચાયતના વિકાસ કાર્યોની જાણકારી માંગી હતી. તેના જવાબમાં જ્યારે પત્ર મળ્યો ત્યારે કવરમાં કંડોમ નીકળ્યાં હતા. અરજીકર્તાનું કહેવું છે કે તેઓએને જ્યારે કવર ખોલ્યું ત્યારે તેમાં કંડોમ હતા. જેનો વીડિયો પણ બનાવ્યો હતો.

જો કે સરપંચ પુષ્પા બંસલે આ મામલાને ષડયંત્ર ગણાવ્યું છે. અને આ મામલે પોલીસને તપાસ કરવા પત્ર પણ લખ્યો છે. એક અધિકારી રાજકુમાર કસ્વાએ કહ્યું તપાસમાં આવેદનકર્તાએ પત્રમાં વાંધાજનક સામગ્રી મળી હોવાની વાત જણાવી છે. જ્યારે ગ્રામસેવકે લેખીતમાં જણાવ્યું કે તેમના તરફથી વાંધાજનક કોઈ જ વસ્તુ સાથે પત્ર પંચાયત તરફથી મોકલવામાં આવ્યો નથી. કાસ્વાં અનુસાર જિલ્લા કલેક્ટરને પણ આ મામલે રિપોર્ટ આપવામાં આવ્યો છે.