નવી દિલ્હી: સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડને ફરજિયાત બનાવવાને લઈને આજે લગભગ વિપક્ષે રાજ્યસભામાં જોરદાર વિરોધ કર્યો હતો. જેના કારણે સદનની કાર્યવાહીને બે વખત સ્થગિત કર્યા પછી બપોર બે વાગ્યા સુધી સ્થગિત રહી હતી.
સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, જનતા દળ યૂ, કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના સભ્યોએ આધાર કાર્ડને ફરજિયાત બનાવવાનો વિરોધ કરતા તેને ગરીબ લોકોને અન્યાય થતો હોવાનું કહ્યું હતું. વિપક્ષના હંગામાના કારણે શૂન્યકાળ અને પ્રશ્નકાળ થઈ શક્યો નહોતો. પ્રશ્નકાળમાં હંગામો થતા ખુદ પીએમ મોદી પણ સદનમાં હાજર હતા.
સવારે સદન સ્થગિત થયા પછી બાર વાગે સભાપતિ મોહમ્મદ હામિદ અંસારીએ પ્રશ્નકાળ શરૂ કર્યો તો સમાજવાદી પાર્ટીના નરેશ અગ્રવાલે કહ્યું કે, તેમને આધાર કાર્ડના મુદ્દા પર નિયમ 267 પ્રમાણે ચર્ચા કરવા માટે નોટિસ આપી છે. તેમને કહ્યું કે, આધાર કાર્ડ ન હોવાના કારણે ગરીબ લોકોને અને સુવિધાઓ અને લાભોથી વંચિત રહેવું પડે છે. તૂણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયને પણ આ વાતનું સમર્થન કર્યું હતું.