નવી દિલ્લીઃ જાણિતા લેખિકા અને સમાજિક કાર્યકર્તા મહાશ્વેતા દેવીનું ગુરુવારે 90 વર્ષની ઉમરે નિધન થયું હતું. તે ઘણા લાબા સમયથી બિમાર હતા. કોલકાતાની હૉસ્પિટલમાં બે મહિનાથી તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. રેમન મેગ્સેસે પુરસ્કારથી સમ્માનિત મહાશ્વેતા દેવી ઘણી પ્રકારની બિમારીઓ સામે જઝુમી રહ્યા હતા. આ મહિનાએ તેમની તબિયત બગડતા તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
મહાશ્વેતા દેવીને 1996માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. તેમની મહત્વની રચનાઓમાં ઝાંસીની રાણી, હજાર ચૌરાશિર માં, રુદાલીનો સમાવેશ થાય છે. તેમનો જન્મ 1926માં ઢાંકા બાંગ્લાદેશમાં થયો હતો.