નવી દિલ્હીઃ ભારતીય નેવીએ ભવિષ્યની જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે નવી ટેકનોલોજી સાથેની સબમરીન બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. એવામાં રશિયાએ ભારત સામે એક ઓફર મુકી છે જે પ્રમાણે તે ભારત સાથે મળીને જોઇન્ટ સબમરીનની ડિઝાઇન અને કંસ્ટ્રક્શન કરવા માંગે છે. રશિયાનું કહેવું છે કે તે આ કરાર અનુસાર ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરશે.
અંગ્રેજી ન્યૂઝપેપર ઇકોનોમિક ટાઇમ્સના મતે બંન્ને દેશ વચ્ચે સોચી સમિટ દરમિયાન આ વાતને લઇને મે મહિનામાં ચર્ચા થઇ હતી. તે દરમિયાન લગભગ 10 બિલિયન ડોલરની 6 નવી ડિઝલ ઇલેક્ટ્રોનિક સબમરીન પર ચર્ચા થઇ જેની ભારતને જરૂર છે. આ સબમરીન Air Independent Propulsion (AIP) સિસ્ટમ હેઠળ અંડરવોટર પણ કામ કરી શકે છે.
સૌથી મોટી વાત એ છે કે રશિયા ટેકનોલોજી ડિઝાઇનની સાથે સાથે કસ્ટ્રક્શન પણ કરવા રાજી છે. જોકે, હજુ આ પ્લાનને લાગુ કરવા માટે જૂની નીતિ પણ ચાલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એટલે કે રશિયા, ફ્રાન્સ, જર્મની અને સ્વીડન તરફથી સતાવાર પ્રપોઝલની રાહ જોવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ હેઠળ ભારતને તેની પ્રથમ ન્યૂક્લિયર આર્મ્ડ સબમરીન INS અરિહંત મળી હતી. તેને પણ રશિયા દ્ધારા વિશાખાપટ્ટનમ ખાતે બનાવવામાં આવી હતી.
રિપોર્ટ પ્રમાણે, સબમરીનની ડિઝાઇન અને ટેકનોલોજીન ખર્ચ લગભગ 200 મિલિયન ડોલર રહેશે જેનાથી ભારતીય નેવીના રૂપિયા બચશે અને તેને નવી જનરેશનની સબમરીન પણ મળી રહી છે. 10 બિલિયન ડોલરની આ ડિલને ફાઇનલ કરવા માટે તેના 20 ટકા પૈસા આપવા પડશે જેનાથી આગળ વાત વધી શકે.