નવી દિલ્હી: કોરોના વેક્સીન સ્પૂતનિક-V બનાવનારી રશિયાની સરકારી કંપની RDIFએ ભારતની ફાર્માસ્યૂટિકલ કંપની ડૉક્ટર રેડ્ડી સાથે ભારતમાં વેક્સીનના ક્લિનિકલ ટ્રાયલ અને 10 કરોડ વેક્સીન ડોઝ બનાવવા માટે કરાર કર્યા છે.


ઉલ્લેખનીય છે કે, ગત મહિનામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કોરોનાવાયરસની સારવાર માટે દુનિયાની પ્રથમ રજીસ્ટ્રેડ વેક્સીનની જાહેરાત કરી હતી. જેનું નામ મૉસ્કો દ્વારા 1957માં લોન્ચ કરવામાં આવેલા અંતરિક્ષ સેટેલાઈટ સ્પૂતનિક -Vના નામ પર છે.

વેક્સીનને ગોવાલેયા સાઈન્ટિફિક રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઑફ એપિડેમિયોલૉજી એન્ડ માઈક્રોબાયોલોજી દ્વારા બનાવવામાં આવી છે. આ મૉસ્કોની પાસે સ્થિતિ એક તબીબી સંસ્થા છે.

વેક્સીનની સફળતા બાદ સ્વાસ્થ્યમંત્રી મિખાઈલ મુરાશકોએ કહ્યું હતું કે, રશિયા પોતાના નાગરિકોને પહેલા વક્સીન આપશે ત્યારબાદ અન્ય દેશોને આપવામાં આવશે.