Russia Ukraine War: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના ખાર્કિવમાં ગોળીબારમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના પિતા સાથે વાત કરી છે. તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, "ખૂબ દુઃખ સાથે અમે પુષ્ટિ કરીએ છીએ કે આજે સવારે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો હતો. મંત્રાલય તેમના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ.



નવીન ખાર્કિવમાં એમબીબીએસ કરી રહ્યો હતો અને તેના ચોથા વર્ષમાં હતો. નવીન દુકાને કંઈક લેવા ગયો હતો. આ દરમિયાન હુમલામાં તેનું મોત થયું હતું. હતી. કર્ણાટક સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના કમિશનર ડૉ. મનોજ રાજને જણાવ્યું હતું કે હાવેરી જિલ્લાના ચલગેરીના વતની નવીન શેખરપ્પા જ્ઞાનગૌદારનું તોપમારોમાં મૃત્યુ થયું હતું. બે દિવસ પહેલા નવીને તેના પિતા સાથે વીડિયો કોલ દ્વારા વાત કરી હતી, જેનો વીડિયો સામે આવ્યો છે. વાતચીત દરમિયાન નવીનના પિતાએ પુત્રને કહ્યું કે તેઓ પોતાની સંભાળ રાખે અને ત્યાં સાથે રહે. તેણે પુત્રને કહ્યું હતું કે ભારતીય દૂતાવાસ દ્વારા તેને લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


કેવી રીતે થયું મોત


ખારકિવમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી અને ભારતીય વિદ્યાર્થીઓ માટે કામ કરતી ડો. પૂજાએ પત્રકાર આદિત્ય રાજ કોલને જણાવ્યું નવીનનો ફોન યુક્રેનની મહિલાને મળ્યો હતો અને તેણે નવીનના મિત્રને ફોન કરીને બ્લાસ્ટમાં તેનું નિધન થયું હોવાની માહિતી આપી હતી. તે કોઈ વસ્તુ લેવા ઘરની બહાર નીકળ્યો ત્યારે આ ઘટના બની હતી.


બીજેપી સાંસદ પીસી મોહને ટ્વીટ કરીને લખ્યું, કર્ણાટકના રાનીબેન્નીરના રહેવાસીનું આજે યુક્રેનના ખારકિવમાં થયેલા હુમલામાં નિધન થયું તે જાણીને દુખ લાગ્યું. તે એમબીબીએસના ચોથા વર્ષનો વિદ્યાર્થી હતો.ઈશ્વર તેના પરિવારને પડેલી ખોટને સહન કરવાની શક્તિ આપે.


કર્ણાટકના સીએમે શું કહ્યું


નવીન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના ગૃહ જિલ્લા હાવેરીનો રહેવાસી છે. ઘટના બાદ સીએમ બોમ્મઈએ તેના પરિવાર સાથે ફોન પર વાતચીત કરીને શોક વ્યક્ત કર્યો. ઉપરાંત સીએમ બોમ્મઈએ નવીનના પરિવારને ભરોસો અપાવ્યો કે સરકાર તેના શબને લાવવાની પૂરી કોશિશ કરી રહી છે.


કર્ણાટક એસડીએમએના કમિશ્નર મનોજ રાજને જણાવ્યું, અમને MEA તરફથી યુક્રેનમાં નવીન શેખરપ્પાના કમનસીબ નિધનની પુષ્ટિ કરવામાં આવે છે. તે ચલાગેરી, હાવેરીનો રહેવાસી હતો.તે કંઈક ખરીદવા માટે નજીકના સ્ટોરમાં જવા નીકળ્યો હતો. પાછળથી તેના મિત્રને સ્થાનિક અધિકારીનો ફોન આવ્યો કે તે (નવીન) મૃત્યુ પામ્યો છે


યુક્રેનમાં લગભગ 20 હજાર ભારતીયો હાજર હતા, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા ગયા હતા. તેમાંથી ચાર હજારથી વધુ લોકો પરત ભારત આવી ગયા છે, બાકીના લોકોને પણ યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. મોદી સરકારે આ માટે ઓપરેશન ગંગા ચલાવી રહ્યું છે.