તુર્કીના નાગરિક ઈલ્કર આયસીએ એર ઈન્ડિયાના સીઈઓ બનવાના પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો છે. વિમાન ઉદ્યોગના સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી હતી. ટાટા સન્સે 14 ફેબ્રુઆરીએ 'તુર્કી એરલાઈન્સ'ના પૂર્વ પ્રમુખ ઈલ્કર આયસીને પોતાની વિમાન કંપની એર ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને વહિવટી સંચાલક નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. 


14 ફેબ્રુઆરી 2022ના રોજ ટાટા સન્સે ઈલ્કર આયસીના નામની જાહેરાત કર્યા બાદ ઈલ્કર આયસીની ઉમેદવારી પર વિચાર કરવા માટે એર ઈન્ડિયાની બોર્ડની બેઠકમાં મળી હતી જેમાં તેમના નામ પર મહોર મારવામાં આવી હતી. આ બેઠકમાં ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરન પણ વિશેષ આમંત્રિત સભ્ય તરીકે હાજર હતા. ઈલ્કર આયસી 1 એપ્રિલથી પોતાનું કામ સંભાળવાના હતા. આ પહેલાં ઈલ્કર આયસી ટર્કિશ એરલાઈન્સના અધ્યક્ષ હતા.


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 'સ્વદેશી જાગરણ મંચે' ગત શુક્રવારે કહ્યું હતું કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને એર ઈન્ડિયાના CEO અને વહિવટી સંચાલકના પદ પર ઈલ્કર આયસીને મંજૂરી ના આપવી જોઈએ. સ્વદેશી જાગરણ મંચના સહ-સંયોજક અશ્વિની મહાજને કહ્યું કે, સરકાર આ મુદ્દે પહેલેથી જ સંવેદનશીલ છે અને આ મામલાને ગંભીરતાથી લીધો છે. 


ઉલ્લેખનીય છે કે, પોતાના કાર્યકાળ સંભાળવાના થોડા દિવસ પહેલાં જ હવે ઈલ્કર આયસીએ સીઈઓ પદ સ્વિકારવાનો ઈનકાર કર્યો છે. બે અઠવાડીયા પહેલાં જ એટલે કે 14 ફેબ્રુઆરીએ જ ટાટા સન્સે ઈલ્કર આયસીના નામની જાહેરાત કર્યા બાદ ઈલ્કર આયસીની ઉમેદવારી પર વિચાર કરવા માટે એર ઈન્ડિયાની બોર્ડની બેઠકમાં મળી હતી જેમાં તેમના નામ પર મહોર મારવામાં આવી હતી. 


આ પણ વાંચોઃ


Russia Ukraine War: યુક્રેનમાં ખારકીવમાં ફાયરિંગમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત


Russia-Ukraine War Live Update : રશિયન સેનાના હુમલામાં 70 થી વધુ યુક્રેનના સૈનિકો માર્યા ગયા, મિલિટ્રી બેઝ પર થયો હતો હુમલો


આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર, ત્રણ માર્ચે રજૂ થશે બજેટ


ઓપરેશન 'ગંગા'માં જોડાશે ભારતીય વાયુ સેના, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લાવવા મોકલશે આ વિમાન


રશિયાએ યુક્રેન પર ફેંકેલો પરમાણુ હથિયાર જેવો વેક્યૂમ બોમ્બ કઈ રીતે કામ કરે છે, જાણો વિગતે