એસ.જયશંકરનો કાર્યભાળ સંભાળ્યા બાદ શનિવારે રિંકી નામની એક મહિલાએ વિદેશ મંત્રીને ટેગ કરીને ટ્વિટ કર્યું હતું અને મદદ માંગી હતી. જેમાં તેણે લખ્યું કે, મારી દીકરી બે વર્ષની છે. હું તેને પાછી મેળવવા માટે છ મહિનાથી સંઘર્ષ કરી રહી છું. તે અમેરિકામાં છે અને હું ભારતમાં છું, મારી મદદ કરો, હું તમારા જવાબની રાહ જોઇ રહી છું. આ મહિલાને તરત જવાબ આપતા લખ્યું કે, અમેરિકામાં અમારા રાજદૂત તમારી પુરી મદદ કરશે. તમે તમામ જાણકારી તેને આપો.
જ્યારે મહાલક્ષ્મી નામની એક મહિલાએ ટ્વિટર મારફતે વિદેશ મંત્રી પાસે મદદ માંગી હતી. મહાલક્ષ્મીએ કહ્યું કે, આ પરિવાર સાથે જર્મની અને ઇટાલી ટ્રિપ પર છું. મારા પતિ અને દીકરાનો પાસપોર્ટ મારી બેગ સાથે ચોરી થઇ ગઇ છે. અમારે છ જૂનના રોજ ભારત આવવાનું છે. કૃપા કરી મારી મદદ કરો. આ ટ્વિટ પર પણ વિદેશ મંત્રીએ જવાબ આપ્યો હતો.