આ સાથે જ તેમણે પોતાના ટ્વિટર પ્રોફાઈલમાંથી ઉપ મુખ્યમંત્રી અને પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષનો ઉલ્લેખ હટાવ્યો છે.
હવે તેમના પ્રોફાઈલમાં તેમના ધારાસભ્ય (ટોંક) અને પૂર્વ કેંદ્રીય મંત્રી હોવાની અને કૉંગ્રેસની વેબસાઈટની લિંકનો ઉલ્લેખ છે.
કૉંગ્રેસે રાજસ્થાનની અશોક ગહેલોત સરકાર સામે બળવો કરનારા પાયલટને મગંળવારે ઉપ મુખ્યમંત્રી અને પાર્ટીના પ્રદેશાધ્યક્ષ પદ પરથી હટાવી દિઘા છે.
આ સાથે જ પાર્ટીએ કડક વલણ અપનાવતા પાયલટ જૂથમાં ગયેલા સરકારના બે મંત્રીઓ વિશ્વેંગ્ર સિંહ અને રમેશ મીણાને પણ પદ પરથી હટાવ્યા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મંગળવારે કહ્યું બળવો કરનારા સચિન પાયલટના હાથમાં કંઈ નથી અને તેઓ માત્ર ભાજપના હાથમાં રમી રહ્યા છે.
રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત બાદ ગહેલોતે સંવાદદાતાઓને કહ્યું ભાજપ મધ્યપ્રદેશના ખેલને રાજસ્થાનમાં પણ કરવા માંગે છે અને આ બધુ છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યું હતું.
ગહેલોતે કહ્યું પાયલટ અને તેમની સાથે ગયેલા અન્ય મંત્રીઓ, ધારાસભ્યોને તક આપવામાં આવી, પરંતુ ન તો તેઓ સોમવારે અને ન તો મંગળવારે કૉંગ્રેસ ધારાસભ્ય દળની બેઠકમાં આવ્યા.