Sadhana Gupta Death: સમાજવાદી પાર્ટીનાૉ સંસ્થાપક મુલાયમ સિંહ યાદવની પત્ની સાધના ગુપ્તાનું નિધન થયું છે. સાધના ગુપ્તાને ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ફેફસામાં ઈન્ફેક્શન હતું. છેલ્લા એક સપ્તાહથી તેમની તબિયત ખૂબ જ ખરાબ હતી. આ અગાઉ તેમની સારવાર લખનૌની મેદાંતા હોસ્પિટલમાં ચાલતી હતી, પરંતુ જ્યારે તેની તબિયત બગડવા લાગી ત્યારે તેને એર એમ્બ્યુલન્સ દ્વારા ગુડગાંવ લાવવામાં આવ્યા, જે બાદ આજે તેનું નિધન થયું હતું.


ફેફસાના ચેપથી નિધન


સાધના ગુપ્તા છેલ્લા 15 દિવસથી મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. તેમને બ્લડ પ્રેશરની સાથે સુગરની સમસ્યા પણ હતી, જેના કારણે તેમની હાલત નાજુક બની ગઈ હતી. તે ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતા. મુલાયમ સિંહ યાદવ પણ સતત તેમની સંભાળ રાખતા હતા. મુલાયમ સિંહ યાદવ આજે સવારે પોતાની પત્નીની સંભાળ લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ તેની હાલત ચિંતાજનક ગણાવી હતી. જે બાદ આજે તેમનું મૃત્યુ થયું હતું. તેમના પાર્થિવ દેહને દિલ્હીથી ચાર્ટર્ડ પ્લેન મારફતે લખનઉ લઈ જવામાં આવી રહ્યો છે. જ્યાં પરિવારના બાકીના સભ્યો પણ હાજર રહેશે.


કોણ હતા સાધના ગુપ્તા?


સાધના ગુપ્તા મુલાયમ સિંહ યાદવના બીજા પત્ની હતા. તે ઔરૈયાના વિધુના રહેવાસી હતા. વર્ષ 1980માં તેઓ પ્રથમ વખત મુલાયમ સિંહ યાદવને મળ્યા હતા. સાધના ગુપ્તાના પણ અગાઉ લગ્ન થયા હતા. પરંતુ તે લાંબા સમય સુધી તેના પતિ સાથે રહી શક્યા નહોતા અને ચાર વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. જે બાદ સાધના ગુપ્તા અને મુલાયમ સિંહના લગ્ન થયા, સાધના ગુપ્તા મુલાયમ સિંહ કરતા 20 વર્ષ નાના હતા.


આ પણ વાંચો..... 


Black food: ડાયેટમાં સામેલ કરો આ 5 કાળી વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે વરદાન


UK New Prime Minister: બ્રિટનના નવા વડાપ્રધાન અંગે મોટા સમાચાર, ભારતીય મૂળના ઋષિ સુનકે કર્યો વડાપ્રધાન બનવાનો દાવો


ગુજરાતમાં ધોધમાર વરસાદ, છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસ્યો વરસાદ


India Corona Cases Today: જુલાઈમાં સતત ત્રીજા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, મૃત્યુઆંકમાં પણ થયો વધારો


ગુજરાતમાં ચાર દિવસ અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લાઓને ઘમરોળશે વરસાદ


Panther Attack: અમરેલીમાં ઝૂંપડામાં સૂતેલા વૃદ્ધાને દીપડાએ ફાડી ખાતા ચકચાર