શિરડી દેશ અને વિદેશના લાખો ભક્તો માટે આસ્થાનું સ્થળ છે. દરરોજ હજારોની સંખ્યામાં સાંઈના દર્શન માટે શિરડી પહોંચે છે. ઘણા શ્રદ્ધાળુઓએ સંસ્થાને ફરિયાદ કરી હતી કે, શ્રદ્ધાળુઓ વાંધાજનક કપડા પહેરીને દર્શન માટે આવે છે, તેમને રોકવામાં આવે. છેલ્લા 10 વર્ષથી આ મામલે માત્ર અટકળો ચાલી રહી હતી પરંતુ હવે માત્ર ભારતીય પોશાક પહેરેલા ભક્તોને જ અંદર જવાની મંજૂરી આપવામાં આવી રહી છે. શિરડીના ગ્રામીણોએ ટ્રસ્ટના આ નિર્ણયને આવકાર્યો છે.
સાંઈ સંસ્થાના મુખ્ય કાર્યકારી અધિકારી કાન્હુરાજ બગાટેએ કહ્યું કે, અમે માત્ર સૂચન, અનુરોધ અને અપીલ કરી રહ્યાં છે. અમે ભક્તોને દર્શન માટે આવવા પર ભારતીય પહેરવેશમાં આવવાની અપીલ કરી છે. ના કે કડક અને ના તો કોઈ ડ્રેસ કોડ લાગુ કર્યો છે.