દિલ્હી પોલીસના સૂત્રો મુજબ સલમાન ખાનને (Salman Khan) મારવાની ધમકી ભરેલો પત્ર આપવાના કેસને ઉકેલી લીધો છે. મહારાષ્ટ્ર પોલીસની મદદ દિલ્હી પોલીસે આ કેસ ઉકેલ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સલમાન ખાનના ધર બહાર ધમકી ભરેલો પત્ર મળવાના કેસમાં પોલીસે મહાકાલ નામના શખ્સની ધરપકડ કરી છે. જે મહાકાલ નામના ઈસમની ધરપકડ કરાઈ છે તેણે પોલીસ પુછપરછમાં જણાવ્યું છે કે, ધમકી ભરેલા પત્ર પાછળનું સત્ય શું છે. એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે, પત્ર મુકવાનો કેસ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલો છે.


ક્રાઈમ બ્રાન્ચ દિલ્હી પહોંચી હતીઃ
અગાઉ ફિલ્મ લેખક સલીમ ખાન અને તેના પુત્ર અભિનેતા સલમાન ખાનને ધમકીભર્યો પત્ર મળવાના કેસમાં તપાસ  કરવા માટે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માટે દિલ્હી પહોંચી હતી. આ સાથે જ મુંબઈ પોલીસે સલીમ ખાન અને સલમાન ખાનના નિવેદનો નોંધ્યા હતા. હાલ બાંદ્રામાં અભિનેતાના નિવાસસ્થાને સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે સલમાનના બે બોડીગાર્ડના નિવેદન પણ નોંધ્યા છે.


થોડા દિવસ પહેલાં સલીમ ખાન જ્યારે મોર્નિંગ વોક પર ગયા હતા ત્યારે તેમને બાંકડા પરથી એક પત્ર મળ્યો હતો. આ પત્રમાં તેમને અને સલમાન ખાનને મારવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ભર્યા પત્રમાં લખવામાં આવ્યું હતું કે, "સલિમ ખાન, સલમાન ખાન જલ્દી જ તમારા હાલ મૂસેવાલા જેવા બનશેઃ જીબી, એલબી....." એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે જીબી અને એલબીનો અર્થ ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર અને લોરેન્સ બિશ્નોઈ હોઈ શકે છે. જોકે પોલીસે આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.


આ પણ વાંચોઃ


Wheat Export: આ ડરના કારણે પોર્ટ પર ફસાયેલા 12 લાખ ટન ઘઉં નિકાસ કરવાની મંજુરી આપી શકે ભારત સરકાર