મુંબઇઃ  ગુડવીલ એમ્બેસેડર અને બૉલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન રિયો ઓલંપિકમાં ભાગ લેનાર પ્રત્યેક ભારતીય ખેલાડીને એક લાખ એક હજાર રૂપિયાનો ચેક આપશે.

સલમાન ખાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "આપણા ઓલંપિક ખેલાડીઓની પ્રશંસાના ભાગ રીપે પ્રત્યેક ખેલાડીને એક લાખ એક હજાર રૂપિયાનો ચેક આપીશ" આ પહેલા સલમાન સલમાનને ગુડવીલ એમ્બેસેડર બનાવવાને લઇને તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. સલમાને કહ્યું હતુ કે, દેશના પ્રત્યેક નાગરિકોએ ખેલાડીને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ કરવો જોઇએ.

સલમાન ખાને ટ્વીટર પર લખ્યું હતું કે, "સરકાર રમતોને ઘણું સમર્થન આપી રહી છે. આપણે સૌવે પણ રમતને પ્રોત્સાહન આપવા માટે પોતાના તરફથી પ્રયાસ કરવો જોઇએ" વધુમાં તેણે જણાવ્યું હતું કે, હું કાલના ચેમ્પિયનને ખોજવા માટે ઓલંપિક ગોલ્ડ ક્વેસ્ટના કામની પ્રશંસા કરું છું.