નવી દિલ્લી: બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનની બળાત્કાર પીડિતા વાળા નિવેદન પર થયેલા વિવાદ બાદ તેના પિતા સલીમ ખાને ટ્વિટર પર માફી માગી છે. સલીમ ખાને કહ્યું છે કે સલમાને પોતાના કામ માટે જે ઉદાહરણ આપ્યું છે તે ખોટુ છે, પણ તેનો ઈરાદો ખોટો નથી.


દિકરાના બચાવમાં સલીમ ખાને ટ્વિટ કર્યુ છે હું મારા પરિવાર, પ્રશંસકો અને મિત્રો તરફથી માફી માગુ છું.

આ સાથે સલીમ ખાને કહ્યું છે કે માણસથી ભૂલ થાય ત્યારે ઈશ્વર પણ તેને માફ કરી દે છે. આજે યોગ દિવસે આ વાતને વાગોળવી ન જોઈએ.



ઉલ્લેખનીય છે કે સલમાન ખાને એક વેબસાઈટને આપેલા ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે સુલતાનની શૂટિંગ બાદ કે બળાત્કારની શિકાર મહિલા જેવું ફિલ કરે છે. વેબસાઈટ સ્પોટબોય.કોમ મુજબ સલમાને કહ્યું છે કે હું જ્યારે શૂટિંગ બાદ રિંગમાંથી બહાર આવતો ત્યારે મને રેપની શિકર મહિલા જેવું લાગતું હતું. મારાથી ચલાતુ પણ નહોતું.

જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે સુલતાનમાં પહેલવાનનું પાત્ર ભજવવું કેટલું અઘરું હતું. તે અંગે સલમાને જવાબ આપ્યો કે, શૂટિંગ વખતે તે 6 કલાકમાં લોકોને ઉઠાવવાનું કામ ઘણુ અઘરું હતું. મારે વ્યક્તિને ઉઠાવીને રિંગની બહાર ફેંકવાનો હોય છે. અને તે 120 કિલોનો વ્યક્તિ છે અને તેને 10 અલગ-અલગ એંગલથી ફેંકવાનો હોય છે. જ્યારે શૂટ પછી હું રિંગની બહાર આવતો ત્યારે રેપ્ડ મહિલા જેવું લાગતું હતું. મારાથી સીધા ચલાતુ પણ નહોતું. હું જમતો અને ટ્રેનિંગ માટે જતો રહેતો.

એબીપી ન્યૂઝ સાથે વાતચીતમાં મહિલા આયોગના અધ્યક્ષા લલિતા કુમાર મંગલમે કહ્યું હતું કે, અમે ચીઠ્ઠી લખીને સલમાન ખાન પાસે આ અંગે સ્પષ્ટતા માગી છે. અને જો તેમનો જવાબ સંતોષકારક નહિ હોય તો તેમણે અમારી સામે હાજર થવું પડશે. અમે સલમાનને માફી માગવા પણ કહ્યું છે. આ માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર પણ સલમાનના આ નિવેદનની ટીકા થઈ છે. હવે તેમના બચાવમાં પિતા સલીમ ખાન આવ્યા છે.