નવી દિલ્લીઃ પુલકિત અને યામી ગૌતમીનું અફેર જગજાહેર છે. પુલકિત ગર્લફ્રેન્ડ યામી ગૌતમી સાથે એરપોર્ટ પર હતો તે દમિયાન ફોટોગ્રાફારે ફોટો લેતા પુલકિત ગુસ્સે થયો હતો. આ બધાની વચ્ચે હૉટ ન્યૂઝ એ છે કે, 'સનમ રે' ની શુટિંગ દરમિયાન પુલકિતની પત્ની શ્વેતાએ યામીને થપ્પડ મારી હતી.

'સનમ રે' ની શુટિંગ દરમિયાન શ્વેતા પણ પોતાના પતિ સાથે શિમલા ખાતે રવાના થઇ હતી. જ્યાં શ્વેતાને પુલકિત અને યામીની નજદિકીયા ખટકવા લાગી હતી. પુલકિત, શ્વેતા અને યામી શિમલામાં જિમમાં પણ જતા હતા. અને ત્યાં પણ યામી અને પુલકિત વચ્ચેની નજીદિકી જોતી હતી. ત્યાર બાદ શ્વેતાને આવ્યો ગુસ્સો અને યામી સાથે ઝગડો કરવા લાગી હતી અને આવેગમાં આવી થપ્પડ મારી દીધી હતી. યામીએ ઝગડતી વખતે એ પણ કહ્યું હતું કે, ' તને એવુ લાગે છે કે, હું તારા પતિને તારી પાસેથી છિનવી લઇશ'

જે કે, ત્યાર બાદ યામીએ શ્વાતાની માફી પણ માગી હતી. પરંતું યામીને જે વાતનો ડર હતો તે જ થયું, પુલકિત અને શ્વેતા અલગ થઇ ગયા. એ બંનેના છુટાછેડા પણ થઇ ગયા છે.

શ્વેતા સુપરસ્ટાર સલમાન ખાનની માનેલી બહેન છે. એવી પણ અફવાહ છે કે, આ બંને કપલ યામીના લીધે અલગ થયા છે.