રાહુલ ગાંધીએ ફતેહગઢ સાહિબમાં રેલી દરમિયાન કહ્યું કે, સામ પિત્રોડા 1984 અંગે બોલ્યા છે. તે એકદમ ખોટું બોલ્યા છે. તેમણે આ માટે દેશ માટે માફી માંગવી જોઇએ. મેં તેમને જાહેરમાં કહ્યું અને ફોન પર પણ કહ્યું છે. હું પિત્રોડાને કહ્યું કે, તમને શરમ આવવી જોઇએ, તમારે જાહેરમાં માફી માંગવી જોઇએ.
નોંધનીય છે કે રાહુલ ગાંધીએ આ અગાઉ ફેસબુક પર પોસ્ટ કરીને પિત્રોડાના નિવેદનની ટીકા કરી હતી. રાહુલે કહ્યું હતું કે, સામ પિત્રોડાએ જે કહ્યું તે અયોગ્ય છે અને તેમણે આ માટે માફી માંગવી જોઇએ. આ અગાઉ કોગ્રેસ પાર્ટીએ પિત્રોડાના નિવેદનને અંગત ગણાવ્યું હતું.