લખનઉઃ સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ વખતે પાર્ટીએ વધુ 56 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ અગાઉ પણ પાર્ટી તરફથી અનેક તબક્કામાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બુધવારે પણ સપાએ 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.


પાર્ટી તરફથી લખીમપુર જનપદની ધૌરહરા બેઠક પરથી વરુણ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે મોહમ્મદી બેઠક પરથી દાઉદ અહમદને તક આપી છે. અમેઠી જનપદમાં તિલોઇથી નઇમ ગુર્જરને ટિકિટ આપી છે. જ્યારે ઇલાહાબાદ જનપદની ફૂલપુર બેઠક પરથી મુર્તઝા સિદ્દિકીને મેદાનમાં ઉતાર્યા છે. તાજેતરમાં જ ભાજપ છોડીને સપામાં આવેલા દારા સિંહ ચૌહાણને સપાએ ઘોસી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.






તે સિવાય ભાજપ છોડનારા રમાકાંત યાદવને ફૂલપુર પવઇ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે બસપામાંથી સપામાં આવેલા રામઅચલ રાજભરને અકબરપુરથી ઉમેદવાર બનાવ્યા છે. બસપાથી આવેલા લાલજી વર્મા કટેહરી પરથી ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે રાકેશ પાંડે જલાલપુર પરથી ઉમેદવાર બનાવ્યા છે.


સપાએ પોતાની લિસ્ટમાં એક્ટ્રેસ કાજલ નિષાદને તક આપી છે. આ વખતે સપાની ટિકિટ પરથી ચૂંટણી લડશે. બાહુબલી અભય સિંહને સમાજવાદી પાર્ટીએ ગોસાઇગંજ પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.


 


TATA Tiago Review : ઓછી કિંમત અને વધુ ફિચર્સની સાથે લાજવાબ છે Tata Tiagoનુ CNG વર્ઝન, નહીં મળે આ રેન્જમાં આવી કાર..........


રાષ્ટ્રપતિની રેસમાં કોનું નામ મોખરે, જાણો આનંદીબેન પટેલ સહિતના ક્યાં 3 દિગ્ગજ નેતાના નામ હાલ ચર્ચામાં છે મોખરે


Amazon Deal: ઘરના ગાર્ડન કે લૉનમાં બેસવા માટે ખરીદવા ઇચ્છો છો હીટર, આ છે બેસ્ટ Outdoor Heater


Debit Card Number: શું તમે ATM કાર્ડમાં છપાયેલા 16 અંકો વિશે જાણો છો? જાણો આ સંખ્યાઓનો શું અર્થ થાય છે