લખનઉ: સમાજવાદી પાર્ટીના 25 વર્ષ પૂર્ણ થવા પર રજત જયંતી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુલાયમ સિંહ યાદવ પોતાની તાકાત બતાવી રહ્યા છે. લખનઉમાં જનેશ્ર્વર મિશ્ર પાર્કની આ રેલીમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. મંચ પર મુલાયમ, અખિલેશ, શિવપાલ અને શરદ યાદવ એકસાથે જોવા મળ્યા હતા. આ રજત જયંતી કાર્યક્રમમાં રાષ્ટ્રીય લોક દળના પ્રમુખ અજિત સિંહે સમાજવાદી પાર્ટી સાથે ગઠબંધનનું એલાન કર્યું હતું. તેમણે કહ્યું યૂપીની ચૂંટણી દેશ બચાવવા માટે થશે. મંચ પર પહોંચતા અખિલેશે કાકા શિવપાલ યાદવના ચરણ સ્પર્શ કરી આર્શિવાદ મેળવ્યા હતા. જ્યારે શિવપાલ યાદવે અખિલેશને એક તલવાર ભેટમાં આપી હતી. અખિલેશે કાકા શિવપાલ પર પલટવાર કરતા કહ્યું જે તલવાર ભેટમાં આપે છે તે ચલાવવાની ના પાડે છે. અખિલેશ યાદવે બીજેપી પર નિશાન સાધતા કહ્યું બીજેપીએ સમાજમાં અંતર પેદા કર્યું છે. તેમણે કહ્યું આ ચૂંટણી ભારતનું ભવિષ્ય નક્કી કરશે. હુ તમામ પરીક્ષા માટે તૈયાર છું. મંચ પરથી કાર્યકર્તાઓને સંબોધિત કરતા સપા પ્રદેશ અધ્યક્ષ શિવપાલ યાદવે કહ્યું મુખ્યમંત્રી અખિલેશ યાદવ લોહી માગે તો પણ આપવા માટે તૈયાર છું. આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે કહ્યું યૂપીમાં સપાને મજબૂત કરવા માટે આવ્યા છીએ. લાલૂએ કહ્યું યૂપીમાંથી અમે ભાજપા ભગાડી મુકશું. શિવપાલ યાદવે મંચ પર પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના પૂર્વ અધ્યક્ષ રહેલા જાવેદ આબ્દીને બે વખત ધક્કો માર્યો હતો.