મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવ્યો છે. ઘણા નેતાઓના પક્ષપલટા બાદ હવે આક્રમકતાથી કૉંગ્રેસનો પક્ષ રાખતા મુંબઈ કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમે પાર્ટી છોડવાના સંકેત આપ્યા છે. કૉંગ્રેસના નેતા સંજય નિરૂપમે એકબાદ એક એમ બે ટ્વિટ કરી કહ્યું, લાગે છે હવે પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી રહી.


સંજય નિરૂપમે વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને પર ગુસ્સો જાહેર કરતા લખ્યું, એવું લાગી રહ્યું છે કે પાર્ટીને હવે મારી સેવાઓની જરૂર નથી. મુંબઈમાં મે વિધાનસભા ચૂંટણીમાં માત્ર નામની ભલામણ કરી હતી. મને ખબર પડી કે તેને પણ ફગાવી દેવામાં આવી છે. મે પહેલા જ પાર્ટીના નેતૃત્વને કહ્યું હતું કે આ પરીસ્થિતિમાં હું ચૂંટણી પ્રચારનો ભાગ નહી બનીશ. આ મારો અંતિમ નિર્ણય છે.


સંજય નિરૂપમે અન્ય એક ટ્વિટમાં લખ્યું, મને આશા છે કે પાર્ટી છોડવાનો સમય નહી આવે, પરંતુ પાર્ટીનું નેતૃત્વ જે રીતે મારી સાથે વર્તન કરી રહ્યા છે, તેનાથી લાગી રહ્યું છે હવે એ દિવસો દૂર નથી.