Maharashtra Politics: છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મહારાષ્ટ્ર સંકટનો આખરે અંત આવી ગયો છે, ગઇકાલે સાંજે શિવસેનાના બળવાખોર નેતાઓ અને બીજેપીએ સરકાર બનાવી લીધી છે. શિવસેનાના એકનાથ શિન્દેએ સીએમ પદના શપથ લીધા, તો બીજેપીના દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યૂટી સીએમ તરીકે જવાબદારી સંભાળી છે. ખાસ વાત છે કે મહારાષ્ટ્રમાં શિન્દે સરકાર બનતાની સાથે જ શિવસેના અને એનસીપી નેતાઓની મુશ્કેલીઓ વધી છે. 
 
શિવસેના નેતા સંજય રાઉતને આજે સવાલોનો સામનો કરવો પડશે, પ્રવર્તન નિદેશાયલ એટલે કે ઇડીએ રાઉતને બીજુ સમન્સ મોકલીને આજે હાજર થવાનો આદેશ આપ્યો છે. શિવસેના નેતા સંજય રાઉત પર પાત્રા ચૉલ લેન્ડ સ્કેમમાં લગભગ 1034 કરોડના ગોટાળાનો આરોપ છે. સંજય રાઉતના સહયોગી પ્રવીન રાઉતની 9 કરોડ રૂપિયા અને સંજય રાુતની પત્ની વર્ષાની 2 કરોડ રૂપિયાની સંપતિ પહેલાથી જ જપ્ત થઇ ચૂકી છે. મુંબઇના ગોરેગાંવ વિસ્તારમાં પાત્રા ચૉલ છે.


વળી બીજીબાજુ મહારાષ્ટ્ર સરકાર જતાની સાથે જ એનસીપી નેતા શરદ પવારની પણ મુશ્કેલીઓ વધી છે. એનસીપી અધ્યક્ષ શરદ પવારને ઇન્કમ ટેક્ષે નૉટિસ ફટકારી છે. ચૂંટણી એફિડેવિટમાં ખોટી જાણકારી આપવાનો આરોપ છે, જોકે આવકવેરા વિભાગ મુંબઇએ આ વિશે હજુ સુધી નૉટિસનું ખેડન નથી કર્યુ, NCPના પ્રવક્તા મહેશ ભારત તપાસેએ ટ્વીટ કરીને આની જાણકારી આપી છે. 


આ પણ વાંચો..... 


Gujarat Rain: અષાઢી બીજના દિવસે રાજ્યમાં છવાયો વરસાદી માહોલ, ભગવાન જગન્નાથ પર વરુણ દેવના અમી છાંટણા


Coal India MT Recruitment 2022: કોલ ઇન્ડિયાએ 1000થી વધુ પદો પર ભરતીની કરી જાહેરાત, આટલા હજાર મળશે પગાર


IND vs ENG Test: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ, એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયાનો છે ખરાબ રેકોર્ડ


Vastu Shastra Tips: આ વસ્તુઓનો ઉધાર માંગીને ના કરો ઉપયોગ, નહી તો થશે નુકસાન


1 July Financial Changes: ક્રિપ્ટો પર ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ મોંઘો અને હોમ લોન EMI મોંઘી સહિત આજથી લાગુ થયા આ મોટા ફેરફારો


Small Saving Schemes: PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરનારાઓને લાગ્યો આંચકો, વ્યાજદરમાં ન થયો વધારો