Patra Chawl Land Scam Case:મુંબઈમાં પાત્રા ચાલ જમીન કૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપોને કારણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહીના ઘેરામાં આવેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. હાલમાં રાઉત મુંબઈની આર્થર રોડ જેલમાં છે.
કેદી નંબર 8959
અન્ય કેદીઓની જેમ રાઉતને પણ કેદી નંબર આપવામાં આવ્યો છે.શિવસેના નેતા રાઉતનો કેદી નંબર 8959 છે. જણાવી દઈએ કે EDએ રાઉતને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાંથી તેને 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતા.
કઈ કઈ સુવિધાઓ મળી છે?
સૂત્રોએ જણાવ્યું કે સંજય રાઉતની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને 10 બાય 10ની અલગ બેરેક મળી છે, જેમાં અલગ ટોયલેટ અને બાથરૂમ પણ છે. તેમને બેડ અને પાંખો આપ્યા છે અને બેરેકની આસપાસ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.કોર્ટના આદેશ અનુસાર રાઉતને જેલમાં ઘરે બનાવેલું ભોજન અને દવાઓ આપવામાં આવે છે.
જેલમાંથી મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે સંજય રાઉત
સંજય રાઉત જેલમાં રહીને સમાચાર માધ્યમો દ્વારા મહારાષ્ટ્રની રાજકીય ગતિવિધિઓની માહિતી મેળવતા રહે છે. તેણે જેલ પ્રશાસન પાસેથી નોટબુક અને પેનની માંગણી કરી હતી, જેને મંજૂર કરવામાં આવી છે અને હવે તે દિવસ દરમિયાન ઘણીવાર કંઈક લખે છે. આટલું જ નહીં, તેમણે ઘણા પુસ્તકોની માંગણી કરી હતી, જે ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. જેલમાં સંજય રાઉત કંઇક લખતા અને વાંચતા રહે છે.
માત્ર પરિવારના સભ્યોને જ મળવાની મંજૂરી
થોડા દિવસો પહેલા કેટલાક સાંસદો અને ધારાસભ્યો રાઉતને મળવા જેલમાં ગયા હતા પરંતુ તેમને મળવા દેવાયા નહોતા. જેલ પ્રશાસનનું કહેવું છે કે માત્ર તેના પરિવારના સભ્યો જ રાઉતને મળી શકે છે. આ સિવાય જો કોઈ અન્ય વ્યક્તિ રાઉતને મળવા માંગે તો તેણે કોર્ટની પરવાનગી લેવી પડશે.
આ પણ વાંચો :
TAPI : તાપી નદીમાં આવેલ ટાપુ પર તિરંગો લેહરાવવામાં આવ્યો, જુઓ વિડીયો