સાવરકરને ‘ભારત રત્ન’ આપવાનો વિરોધ કરનારા લોકોએ અંદામાનની જેલમાં બે દિવસ રહેવું જોઈએ: સંજય રાઉત
abpasmita.in | 18 Jan 2020 08:08 PM (IST)
સંજય રાઉતે કહ્યું કે, જો લોકો હિંદુવાદી વિચારક વીડી સાવરકરને ભારત રત્ન આપવાનો વિરોધ કરી રહ્યાં છે તેમને અંદામાનની સેલ્યૂલર જેલમાં બે દિવસ રહેવા માટે મોકલી દેવા જોઈએ જ્યાં સ્વતંત્રતા સેનાનીને જેલ દરમિયાન રાખવામાં આવ્યા હતા.
નવી દિલ્હી: સાવરકરને લઈ શિવસેના નેતા સંજય રાઉતે આપેલા નિવેદન બાદ શિવસેના, કૉંગ્રેસ અને ભાજપ આપને સામને આવી ગયા છે. કૉંગ્રેસે કહ્યું કે સાવરકરે અંગ્રેજો સામે માફી માંગી હતી, આ વાતને ભૂંસી શકાય નહી અને જો મોદી સરકાર તેમને ભારત રત્ન આપશે તો પાર્ટી તેનો વિરોધ કરશે. ભાજપનું કહેવું છે કે હિંદુત્વની વિચારધારાવાળા સાવકર માત્ર કોઈ વ્યક્તિ જ નહીં પણ એક વિચાર હતો. જેની પ્રાસંગિકતા ક્યારેય ખતમ થશે નહીં. સંજય રાઉતે કહ્યું કે, જો લોકો હિંદુવાદી વિચારક વીડી સાવરકરને ભારત રત્ન આપવાનો વિરોધ કરી રહ્યાં છે તેમને અંદામાનની સેલ્યૂલર જેલમાં બે દિવસ રહેવા માટે મોકલી દેવા જોઈએ જ્યાં સ્વતંત્રતા સેનાનીને જેલ દરમિયાન રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શિવસેનાને સમર્થન આપી રહેલી કૉંગ્રેસ સાવરકરને ભારત રત્ન આપવાનો વિરોધ કરી રહી છે. સંજય રાઉતના નિવેદન પર કૉંગ્રેસ પલટવાર કરતા કહ્યું કે, ભારત રત્નની માંગ કરનારા લોકો પોતે અંદામાન જેલમાં જઈને જુએ કે લોકોએ સજા પૂરી પોતાના પ્રાણ માટે, માફી નથી માંગી, જો ભારત રત્ન આપવાની વાત આવી છે તો, તો તેઓને પહેલા આપવો પડશે. સાવકર અમને સ્વીકાર નથી અને અમારો વિરોધ ચાલુ રહેશે.