નવી દિલ્હી: કૉંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ સંજય સિંહ જે.પી. નડ્ડાની હાજરીમાં ભાજપમાં સામેલ થઈ ગયા છે. નહેરૂ-ગાંધી પરિવારની ખૂબ જ નજીકના સંજય સિંહે થોડા દિવસ પહેલા જ રાજ્યસભામાંથી રાજીનામુ આપ્યું હતું. આ સિવાય સંજય સિંહના પત્ની અમિતા સિંહ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે.

સંજય સિંહનું ભાજપમાં જોડાવવું કૉંગ્રેસ માટે એક મોટા ઝટકા સમાન છે. સંજય સિંહ એવા સમયે ભાજપમાં સામેલ થયા છે. જ્યારે કૉંગ્રેસ ખૂબજ મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. સંજય સિંહ કૉંગ્રેસની ટિકિટ પર આ વખતે સુલ્તાનપુરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.


ઉલ્લેખનીય છે કે સંજય સિંહ ઘણી વાર યૂપીમાં ધારાસભ્ય અને રાજ્યસભા અને લોકસભા સદસ્ય રહી ચૂક્યા છે. તેઓ યૂપીમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. સંજયસિહ અમેઠીના રાજ પરિવારમાંથી આવે છે.