મુંબઈ: મુંબઈ હાઈકોર્ટે શુક્રવારે એક છૂટાછેડાના કેસમાં એ આદેશ આપીને લોકોને ચોંકાવી દીધા હતા કે, પત્નીને સાબિત કરવાનું રહેશે કે પતિની સાથે ફિજિકલ રિલેશન બનાવવા માટે લાયક છે કે નહીં. કોર્ટે છૂટાછેડાની અરજી વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરનાર પત્નીને આદેશ આપ્યો છે કે હોસ્પિટલ જઈને મેડિકલી અથવા સાબિત કરે કે તે રિલેશન કાયમ રાખવા લાયક છે કે નહીં.

તમને જણાવી દઈએ કે, 2011માં દાખલ કરવામાં આવેલી છૂટાછેડાની અરજીમાં પતિએ દાવો કર્યો હતો કે તેની પત્ની ફિજિકલ રિલેશન બનાવવા કાબેલ નથી અને જેના લીધે તેને છૂટાછેડાની માંગ કરી છે. મુંબઈ ફેમિલી કોર્ટમાં પત્નીએ દાવો કર્યો કે પતિનો આ દાવો ખોટો છે. જેથી ફેમિલી કોર્ટે પણ આ મહિલાને મેડિકલી રીતે પ્રુફ કરવા માટે કહ્યું હતું. મહિલાએ કોર્ટના આ આદેશ વિરુદ્ધ હાઈકોર્ટમાં જવાનો નિર્ણય કર્યો, પરંતુ અહીં પણ કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને સાચો ઠેરવ્યો છે. જસ્ટિસ કેકે તાતેડે મહિલાને આદેશ આપ્યો છે કે તે મુંબઈની જેજે હોસ્પિટલ જઈને મેડિકલ સર્ટિફિકેટ મળેવી લે. કોર્ટે મહિલા સાથે સ્પષ્ટ કર્યું છે કે તે મેડિકલ અને સાઈકોલૉજિકલ ટેસ્ટ મારફતે પોતાની દલીલોને સાબિત કરવાની રહેશે.

તમને જણાવી દઈએ કે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, તેના પતિનો દાવો ખોટો છે અને વર્ષ 2011માં છૂટાછેડાની અરજી દાખલ કર્યા પછી પણ બન્ને વચ્ચે રિલેશન ઘણી વખત બંધાયા છે. ઉલ્લેખનીય છે કે બન્ને જણાંએ વર્ષ 2010માં લગ્ન કર્યા હતા. મહિલાની ઉંમર 33 જ્યારે પુરુષની ઉંમર 38 વર્ષ બતાવવામાં આવી રહી છે. મળેલી જાણકારી પ્રમાણે, આ બન્નેના બીજા લગ્ન છે.