નવી દિલ્હીઃ સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ઝટકો આપતા ઇસ્લામી સહયોગ સંગઠન (ઓઆઇસી)ના વિદેશમંત્રી પરિષદની બેઠકમાં કાશ્મીર મુદ્દા પર તેમની તરત ચર્ચા કરવાની અપીલ ફગાવી દીધી છે. વાસ્તવમાં પાકિસ્તાનના એક રાજદ્ધારી સૂત્રએ અગાઉ જ જાહેર કર્યું હતું કે સાઉદી અરેબિયા કાશ્મીર મુદ્દા પર ઇસ્લામી સહયોગ સંગઠન (ઓઆઇસી) ના વિદેશ મંત્રી પરિષદની બેઠક બોલાવવાની પાકિસ્તાનની માંગને પુરા કરવામાં અચકાઇ રહ્યું છે.
ડોનના રિપોર્ટ અનુસાર, ઓઆઇસીના સીએમએફની રૂટીન બેઠકની તૈયારીઓ મામલે સાઉદી અરેબિયાના જેદ્દામાં નવ ફેબ્રુઆરીથી ઓઆઇસીના વરિષ્ઠ અધિકારીઓની બેઠક થવા જઇ રહી છે. આ બેઠક અગાઉ એક રાજદ્ધારી સૂત્રએ કહ્યું કે, સાઉદી અરેબિયા કાશ્મીર મુદ્દા પર સીએમએફની બેઠક વિલંબ વિના બોલાવવાની પાકિસ્તાનની માંગને પુરી કરવામાં અચકાઇ રહ્યું છે.
પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ આપ્યો ઝટકો, કાશ્મીર પર OICમાં ચર્ચાની અપીલ ફગાવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Feb 2020 11:21 PM (IST)
સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ઝટકો આપતા ઇસ્લામી સહયોગ સંગઠન (ઓઆઇસી)ના વિદેશમંત્રી પરિષદની બેઠકમાં કાશ્મીર મુદ્દા પર તેમની તરત ચર્ચા કરવાની અપીલ ફગાવી દીધી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -